Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસે ઘાવડીયા ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફ થી આવતી ટ્રક માંથી 29,97,3 84નો વિદેશી દારૂ ઝડપી પાડયો એક વ્યક્તિ ઝડપાયો, એક ફરારકોલસાની આડમાં વિદેશી દારૂ લઈ જતા ટ્રકને ઝડપી પાડયો

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેક પોસ્ટ પર દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદિપ સિંહ ઝાલાની સૂચના તેમજ ઝાલોદ ઝોનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના સૂચન મુજબ અસામાજિક તત્વો તેમજ ગેરકાયદેસર રીતે ચેક પોસ્ટ પર થી માલસામાનની લઈ જતા વાહનો પર નજર રાખી ઝડપી પાડવા કહેલ હતું તે અન્વયે ઝાલોદ પી.એસ.આઈ સી.કે.સીસોદીયા ઘાવડીયા ચેક પોસ્ટ પર પોલિસ સ્ટાફને સાથે રાખી 22-06-2025 ના અંદાજીત રાત્રીના 9 કલાકે આવતા જતા વાહનોનુ ચેકિંગ હાથ ધરેલ હતું. ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફ થી આવતી એક ટ્રક RJ-19-GF-2436 નંબરની ટ્રક આવતા પોલિસ દ્વારા દૂર થી હાથ કરી ઉભું રાખવાનો ઇસારો કરતા ડ્રાઇવર રાજેન્દ્ર મોતીસિંહ રાવત ( ઉ.30 , રહે. બાગમલી, પો.રુપપુરા, તા.જી ભીલવાડા, રાજસ્થાન ) ટ્રક રોકતા ટ્રકમા સાથે બેસેલ બાબુસિંહ રાવત અંધારાનો લાભ લઈ નાસી છૂટેલ હતો પરંતુ પોલીસે ડ્રાઇવરની અટકાયત કરેલ હતી.
પી.એસ.આઈ સી.કે.સીસોદીયા દ્વારા તાત્કાલિક ટ્રક પોલિસ જાપ્તામા લઈ વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવેલ હતો. પોલિસ દ્વારા ટ્રકની તલાસી લેતા પહેલી નજરમાં કોલસા ભરેલ છે તેવું લાગતું હતું વધુ ઝીણવટ રીતે તપાસ કરતા પોલિસ ચોકી ગઈ હતી કોલસાની નીચે વિદેશી દારૃનો જથ્થો જોવા મળેલ હતો. પોલિસને ચેકીંગ દરમ્યાન ટ્રક માંથી 534 નંગ દારૂની પેટીનો મોટો જથ્થો મળી આવેલ હતો. જેમાં કુલ 15960 નંગ વિદેશી દારૂની બોટલો જેની અંદાજિત કિંમત 29,97,384 ,મોબાઈલ 15,000 ,કોલસા ભરેલ થેલા 250 નંગ જેની કિમત 25,000 તેમજ દારૂની હેરાફેરીમા વપરાયેલ ટ્રક 10,00,000 થઈ કુલ 40,37,384 મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પોલિસ દ્વારા ડ્રાઇવરની વધુ પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો નારાયણ કેશુજી ગુજ્જર ( ભીલવાડા ) થી લાવેલ હોવાનું જણાવેલ હતું તેમજ આ દારૂ વડોદરા ખાતે લઈ જવાનો છે તેવું માલુમ પડેલ હતું જેનું નામ કે જગ્યાની ડ્રાઇવરને વડોદરા પહોંચ્યા બાદ મળવાની હોવાથી વડોદરા ક્યાં દારૂ લઈ જવાનો હતો તેવું ડ્રાઇવરને ખબર નથી. પોલિસ દ્વારા કુલ ચાર વ્યક્તિઓ વિરુધ્ધ કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમા નેશનલ કોરીડોરના નુકસાનની માંગણી પુરી ન થતાં ખેડૂતોની આંદોલન કરવાની ચીમકી

gujaratjanekta

ઝાલોદ નગરમાં અચાનક વરસાદ પડતાં વ્યાપારી વર્ગની ગ્રાહકી ખોરવાઈકમોસમી વરસાદ થી પૃથ્વીનો તાત ( ખેડૂત) ચિંતિત પલટાતા હવામાનને લઈ બીમારીઓ વધે તેવી શકયતા

gujaratjanekta

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial