Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને લેપ્રસી કેસ ડીટેક્શન કેમ્પેઈન અંતર્ગત સ્ટીયરીંગ હેલ્થ કમીટીની મીટીંગ યોજાઈ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ.

તા. ૧૦-૦૬-૨૦૨૪ થી ૨૯-૦૬-૨૦૨૪ સુધી લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન અન્વયે સમગ્ર જિલ્લામાં સર્વે કરવામાં આવશે

દાહોદ : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને લેપ્રસી કેસ ડીટેક્શન કેમ્પેઈન અંતર્ગત સ્ટીયરીંગ હેલ્થ કમીટીની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં દાહોદ જીલ્લાના ૯ તાલુકાઓના નવા કેસ સહિત ચાઈલ્ડ રેસિયાની વિગતો પી.પી.ટી. દ્વારા સમજાવવામાં આવી હતી. તમામ તાલુકા વાઈઝ ટીમ બનાવી માઈક્રો પ્લાનિંગની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ મીટીંગ દરમ્યાન તા. ૧૦-૦૬-૨૦૨૪ થી ૨૯-૦૬-૨૦૨૪ સુધી લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન અન્વયે સમગ્ર જિલ્લામાં સર્વે કરવામાં આવશે અને તમામ ઘરને આવરી લેવામાં આવશે. આ સર્વે ટીમમાં આશા વર્કર અને એક મેલ વોલેન્ટીયર દ્વારા સર્વે કરવામાં આવશે. આ ટીમ દ્વારા દરેક ઘરની મુલાકાત લઈ રક્તપિત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરિક તપાસણી કરવામાં આવશે, જે વ્યક્તિને રક્તપિતના શંકા જનક ચિન્હો-લક્ષણો જણાય તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને તમામ સરકારી હોસ્પિટલ પર નિદાન અને સારવાર માટે તુરંતજ મોકલી આપવામાં આવી તેની સારવાર ચાલુ કરી દેવામાં આવશે એમ જીલ્લા રક્તપિત અધિકારીશ્રી આર.ડી.પહાડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સર્વે કરનાર ટીમ દરેક ઘરના કોઈ એક સભ્યનો મોબાઈલ નંબર લઈ તેનું સમયાંતરે ક્રોસ વેરીફીકેશન કરવાની સુચના આપવામાં આવી હતી. ઉપરાંત લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઈન અન્વયે તમામ વિસ્તારના રેસીડેન્સિયલ સ્કૂલના બાળકોનું સ્ક્રીનીંગ, સ્લમ એરીયા, ઈટોના ભઠ્ઠા, કંટ્રકશન સાઈટ તેમજ જી.આઇ.ડી.સી. હાઈરીસ્ક એરીયાને પણ વધુ સુનિશ્વિત કરવાના રહેશે એમ આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવતે વિગતે માહિતી આપતા કહ્યું હતું.

આ સાથે સાથે ટી.બી. અને એચ.આઇ.વી. પોઝિટિવ નિદાન અંગેની સારવાર વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં એચ.આઇ.વી. ટેસ્ટિંગ તેમજ તમામને સેવાઓ અને સારવાર સમયસર મળી રહે તથા તેની ગોપનીયતા જળવાઇ રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવીબ હતી. તમામ સગર્ભા બહેનોનું , ટી.બી.ના દર્દીઓનું અને જનરલ લોકોનુ પણ એચ.આઇ.વી. ટેસ્ટીગ કરવામાં આવશે.

આ મીટીંગ નિમિતે સી.ડી.એચ.ઓ.શ્રી., ડી.એલ.ઓ.શ્રી, ઈ.એમ.ઓ.શ્રી, કયુ.એ.એમ.ઓ.શ્રી, ટી.એચ.ઓ.શ્રી તથા જિલ્લા આરોગ્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા કોમર્સ કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું

gujaratjanekta

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેતા ઝાલોદ સનાતન હિન્દુ સમિતિનો આક્રોશ

gujaratjanekta

ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial