Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ નગરમાં બાંધકામની મંજૂરીનુ ઉલ્લંઘન કરનારની મિલ્કતને શીલ મારતી નગરપાલિકા

પંકજ પંડિત

ઝાલોદ નગરના દાહોદ રોડ પર સુંદરમ હોસ્પિટલની બાજુમાં આવેલી જમીનમાં જમીન માલિક દ્વારા બાંધકામની મંજૂરી પ્રમાણેનું બાંધકામ ન કરવામાં આવતા નગરપાલિકા દ્વારા આ મિલકતને શીલ મારી નોટિસ ચિપકાવવામા આવેલ છે.ઝાલોદ સુંદરમ હોસ્પિટલની બાજુમાં જમીન માલિક દ્વારા મંજુરીના નિયમોનુ ઉલ્લંઘન કરી મનસ્વી રીતે કૉમન પાર્કિંગના એરીયામા દુકાનોનુ બાંધકામ કરેલ છે. આ મામલે ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ મિલ્કત માલિકને નોટિસ ફટકારી નિયમ મુજબ કામગીરી કરવા સૂચન કરેલ હતું. નગરપાલિકા દ્વારા ફટકારેલી નોટિસનો ત્રણ દિવસમાં જવાબ આપવા માટેની મહેતલ મિલ્કતના માલિકને આપેલ હતી પરંતુ મિલકત માલિક દ્વારા આ અંગે કોઇ લેખિત ખુલાસો કરવામાં ન આવતા નગરપાલિકા દ્વારા આ મિલકત ને શીલ મારી નોટિસ ચોંટાડી દેવામાં આવેલ છે. હવે જોવાનું રહ્યું મિલકત માલિક મંજૂરી વગરનું બાંધકામ જાતે હટાવી દેશે કે પાલિકા પોતાનું બુલડોઝર ફેરવી આ મંજૂરી વગરના કામને તોડી પાડશે.ઝાલોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આ સુંદર કામગીરીની ચો તરફ પ્રસંશા થઈ રહેલ છે તેમજ અમુક ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારા લોકોમાં ફફડાટ પણ વ્યાપેલ જોવા મળેલ છે. નગરજનો એવી વાતો પણ કરતા જોવા મળેલ છે કે પાલિકા નગરમાં હવે ગેરકાયદેસર રીતે થયેલ દબાણો ને લઈ ગંભીર જોવા મળી રહેલ છે હવે જોવાનું રહ્યું પાલિકા નગરના મંજૂરી વગરના દબાણો હટાવશે કે મૌન ધારણ કરીને બેસી જશે.

Share

Related posts

ગોધરા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ગોધરા શહેર એકમ અને પંચમહાલ જિલ્લાની સંયુક્ત કારોબારી બેઠક ભવ્ય રીતે સંપન્ન: પ્રદેશ પ્રમુખ શૈલેષભાઈ ઠાકર અને અશોકભાઈ પંડ્યાનું પ્રેરણાદાયી માર્ગદર્શન

gujaratjanekta

મહિલાઓને ટ્રેનમાં મળશે કન્ફર્મ ટિકિટ, રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત – જાણો વધુ

gujaratjanekta

FIFA WC 2022: આ 8 ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જાણો આગામી રાઉન્ડમાં કોના વચ્ચે થશે મુકાબલો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial