Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

માળી સમાજ લુણાવાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

લુણાવા નગરીની પાવન ધરા પર બિરાજમાન શ્રી શીતળા માતાજીના મંદિર પ્રાગણમાં તા. 11/08/2024 ના રોજ માળી સમાજ કર્મચારી મિત્ર મંડળ, લુણાવા દ્વારા આયોજિત માળી સમાજ લુણાવાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.. જે પ્રસંગે અતિથિ વિશેષ તરીકે માળી સમાજની જુદી જુદી સંસ્થાઓમાંથી શિક્ષણ ઋષિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં

શ્રી પાંચાભાઈ માળી (સરદારપુરા),
શ્રી નવીનભાઈ માળી (GG સંકુલ ડીસા)
શ્રી પ્રવીણભાઈ માળી (શિક્ષક – વખા/ દિયોદર)
શ્રી દીપાજી માળી (નિવૃત શિક્ષક – લુણાવા
શ્રી ફુયાજી ગેલોત (સરપંચ – લુણાવા)
ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યું હતું.

માળી સમાજ લુણાવાના શૈક્ષણિક ક્ષેત્રે જવલંત સિદ્ધિ મેળવનાર ધોરણ 3 થી 12 અને કોલેજ કક્ષાના 131 બાળકો વિવિધ ક્ષેત્રે નોકરીમાં નવી નિમણૂક મેળવનાર 9 કર્મચારીઓ તથા પોતાની સેવા દરમ્યાન નોંધપાત્ર કામગીરી કરનાર 4 કર્મચારીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત / પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનશ્રીઓએ સમાજને સંદેશ આપ્યો હતો કે, સરકારી નોકરી એતો આપણો સૌનો ધ્યેય છેજ સાથે સાથે આવડત મુજબ ખાનગી વ્યવસાયમાં પણ આગળ વધી શકાય છે તેમજ સમાજનો શૈક્ષણિક, સામાજિક, આર્થિક, રાજકીય જેવા વિવિધ ક્ષેત્રમાં સમતોલ સર્વાંગી વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે એ સાથે તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે અંદાજીત 500 થી વધુ લુણાવા ગામના બાળકો, યુવાનો, વડીલો, બહેનો અને માતાઓ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

માળી સમાજ કર્મચારી મિત્ર મંડળ, લુણાવા એ પ્રેરણાત્મક કાર્ય કરી દાતાશ્રીઓ, ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનાર સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પીની અધ્યક્ષતા હેઠળ આવનાર ઉત્સવને અનુલક્ષી મીટિંગ યોજાઈ

gujaratjanekta

ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા ખાતે દાહોદ તાલુકાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કરવામાં આવ્યું

gujaratjanekta

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial