Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ નગરમાં ભૂગર્ભ ગટરની અધુરી કામગીરી થી સ્થાનિકો હેરાન : પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમા આક્રોશ

પંકજ પંડિત

ઝાલોદ નગરના વોર્ડ નંબર 1 ના કસ્બા વિસ્તારમાં મકાનોના પાણીના નિકાલ માટે પહેલા ગટર લાઈન જતી હતી પાલિકા દ્વારા આ ગટર લાઈન બંધ કરી મકાનોના પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરમાં પાણીના નિકાલ માટે ત્યાં રહેતા સ્થાનિક રહેવાસીઓની સુવિધા માટેનું આયોજન કરેલ હતું. પરંતુ અમુક મકાનોમાં ભૂગર્ભ ગટર લાઈનોના કનેક્શન આપવામાં આવેલ છે અને અમુક મકાનોના કનેક્શન ભૂગર્ભ ગટરમાં આપવામાં આવેલ નથી. જેને લઈ ત્યાં રહેતા સ્થાનીક રહેવાસીઓમા રોષ વ્યાપેલો જોવા મળે છે કેમકે અમુક ઘરોમાં કનેક્શન આપવામાં આવેલ નથી અને ગટર લાઈન બંધ કરી દેવામાં આવેલ છે જેથી ત્યાં રહેતા લોકોના મકાનોનુ બધું પાણી રોડ પર રેલાતુ જોવા મળે છે જેથી મકાનોના પાણીના નિકાલ ન થતાં ત્યાં રહેતા સ્થાનિકોમા રોષ વ્યાપેલો જોવા મળે છે. આ પાણી જાહેર રસ્તા પર રેલાતુ જોવા મળતા ત્યા ગંદકી અને દુર્ગંધ પણ આવતી હોય છે.
વહેલી સવારે રોડ પર ગંદા પાણીનો રેલો જોવા મળે છે જેથી વહેલી સવારે અહીં થી કામ અર્થે નીકળતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહેલ છે.આવા ગંદા પાણીના નિકાલ ને લઈ ત્યાં રહેતા સ્થાનિકોમા રોષ જોવા મળેલ છે તેમજ તેઓના બાળકો બીમાર થશે તો તે માટે જીમ્મેદાર કોણ તેવો સૂર પણ જોવા મળે છે. વળી અમુક ઘરોમાં ભૂગર્ભ ગટરમા લાઈન આપવા છતાંય પાણીનો નિકાલ ન થતાં તેઓના ઘરોમાં ગંદુ પાણી ભરાઈ જતું હોય છે. અહીં રહેતા સ્થાનિકોની માંગ છે કે પાલિકા સત્વરે જલ્દી થી કામ પૂર્ણ કરે જેથી અહીં રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો ન આવે. અમુક ભૂગર્ભ ગટરોના ઢાંકણો બરાબર બંધ ન થતાં ઢાંકણો અદ્ધરતાલ જોવા મળેલ છે. જેના લીધે અહીં રહેતા અમુક બાળકો પડી પણ ગયેલ છે. હવે જોવાનું પાલિકા આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લે છે.

Share

Related posts

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સરપંચના પદ માટે અનુસૂચિત જાતિના લોકો માટે સીટ ફાળવવા માંગ

gujaratjanekta

ગોધરા શહેર પોલન બજાર કેસરી ચોક ખાતે સુરક્ષા સેતુ સોસાયટી(પોલીસ) તથા ગોધરા શહેર મુસ્લિમ સમાજ દ્વારા “SAY NO TO DRUGS”નો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

gujaratjanekta

કર્ણાટકના ચામરાજનગરથી 24મા દિવસે પદયાત્રા શરૂ, રાહુલ સતત સાધી રહ્યા છે સરકાર પર નિશાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial