Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં નવા બનેલ રોડના છેડા જોઈન્ટ ન કરાતા વાહનચાલકોને પડતી હાલાકી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં સ્વર્ણિમ સર્કલ થી વણકતલાઈ મંદિર રોડ પર આસરે છ મહિના પહેલા નવીન રોડ બનાવવામાં આવેલ હતો. આ વિસ્તારના તૂટેલા અને ખખડધજ હાલતનો નવીન રોડ બનતા આ રોડ પર થી પસાર થતા વાહનચાલકોને ખુશી થયેલ હતી. આ રોડ પર થી પસાર થતા અંદાજીત ત્રણ જેટલી મોટી સ્કૂલો આવેલ છે તેમજ વણકતલાઈ હનુમાનજી મંદિર અને બરોડા ગ્રામીણ બેંક તેમજ સોસાયટીઓ આવેલ છે.
આ રોડનુ નવીનીકરણ કર્યા બાદ રોડ જોઈન્ટ માટે નગરપાલિકાને રજૂઆત કર્યા બાદ જે તે સમયે કપચી નાંખી દીધી હતી પરંતુ કોઇ ઠોસ કામગીરી કરવામાં આવી ન હતી. હાલ આ રોડ ને બન્યા છ મહિના ઉપરાંત વિતી ગયેલ હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા રોડ જોઇન્ટ કરવામાં આવી રહેલ નથી. આ રોડ જોઈન્ટ ન હોવાથી આવતા જતા વાહનચાલકોના વાહનો અહીંયા પટકાતા હોય છે અને અમુક વાર તો આ રોડને જોઈન્ટ ન હોવાથી કેટલાક વાહન ચાલકો પડી ગયેલ હોવાનુ પણ જાણવા મળેલ છે. પાલિકા તંત્ર ને હાલ નગરમાં નવીન કાર્યમા રસ છે પરંતુ આ રોડને જોઈન્ટ કરવામાં રસ નથી આ રોડ પર થી પાલિકાના સત્તાધીશો પણ નીકળતા હોય છે છતાંય આ રોડ પર ધ્યાન આપવામાં આવતું નથી. હાલ જોવાનું રહ્યું આ રોડ જોઇન્ટ માટે પાલિકા તંત્ર સત્વરે કામગીરી કરશે કે હોતા હૈ…ચલતા હૈ….જેમ આંખ આડા કાન કરશે.

Share

Related posts

પત્થર વડે હત્યા કરાયેલ બાળકના વાલી વારસદારની ઓળખ છતી થઈ : આરોપીની શોધખોળ કરતી પોલિસ – જાણો વધુ

gujaratjanekta

સુખસર તાલુકાના અનેક આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત થતાં બાળકોના માથે ભમતું મોત

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB પોલીસે પાંચ જેટલા બુટલેગરોને પાછા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં મોકલ્યા…

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial