Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દેવગઢબારીયા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

 દેવગઢબારિયા તાલુકાના જુના બારિયા ની નૂતન હાઈસ્કૂલ ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષા ના માન. મંત્રી પંચાયત અને કૃષિ શ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષ સ્થાને વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો . સમગ્ર કાર્યક્રમ વન વિભાગના શ્રી આર એમ પરમાર આ નાયબ સંરક્ષક બારીયા ,શ્રી અમિતકુમાર નાયક નાયબવન સંરક્ષક શ્રી દાહોદ તથા શ્રીમતી મિનલ સાવંત એસીએફ બારીયા માર્ગદર્શન હેઠળ યોજાયો.

કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન એસ પટેલિયા, તથા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પદાધિકારી શ્રી ઓ ,સરપંચશ્રીઓ દાહોદ જિલ્લાની જુદી જુદી વન મંડળીઓના સભ્યો, શાળાના બાળકો, તેમજ દાહોદ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી પધારેલ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી આર એમ પરમાર નાયબ વન સંરક્ષક બારીયા દ્વારા લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને વૃક્ષોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ વન્યજીવોનું મહત્વ પણ તેઓ દ્વારા આ પ્રસંગે સમજાવવામાં આવ્યું હતું. તેમજ તેમજ લોકોને જુદા જુદા 61 પ્રકારના સાપ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા તે પૈકી ફક્ત ચાર જ જાતિના સામ જે ઝેરી હોય છે તેના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને વન્યજીવોની સંખ્યા એ જંગલો વધવાને લીધે સતત વધી રહી છે તેવું પણ તેવો દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેઓ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવેલ કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓ નિવારવા માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેઓની જવાબદારી સંભાળી અને જતન કરવું પડશે જેથી આપણે પર્યાવરણીય સમસ્યાઓ સામે લડી શકીએ. આ શુભ પ્રસંગે જેઓના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં હતાં કરવાનું હતું તેવા રાજ્ય સરકારના મંત્રીશ્રી બચુભાઈ ખાબડ સાહેબે વન વિભાગ દ્વારા જુદી જુદી યોજનાઓ થકી જે વૃક્ષ વાવેતર કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી અને જે ક્લાયમેટ ચેન ની સમસ્યા છે તેના વિશે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા

વધુમાં વન્ય પ્રાણી પ્રાણી દ્વારા ફાઈલ નુકસાન બાબતે તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે ગુજરાતની અતિ સંવેદનશીલ રાજ્ય સરકારે માનવ મૃત્યુમાં જે ચાર લાખ રૂપિયા જેટલું વળતર આપવામાં આવતું હતું તેને સ્થાને રાજ્ય સરકારે પાંચ લાખ રૂપિયા જેટલું વળતર આપવાનું નક્કી કરેલ છે તથા તથા વન્ય પ્રાણીઓ દ્વારા જે માલ ઢોરનું મરણ કરવામાં આવે છે તેના વળતરમાં પણ રાજ્ય સરકારે સંવેદનશીલતા રાખી અને તેમાં પણ વધારો કરેલ છે તે બાબતે ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા વધુમાં વન વિભાગની કામગીરીને કારણે જુદા જુદા દીપડા રીંછ, ઝરખો, શિવ નીલ ગાયો જંગલી ભૂંડ વગેરે ની સંખ્યા પણ આપણા જંગલમાં સારી એવી જોવા મળે છે તેવુ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું. વધુમાં વન વિભાગ દ્વારા આ વન્ય પ્રાણી સપ્તાહની જિલ્લા કક્ષાની ઉજવણી ના કાર્યક્રમમાં એક આયુર્વેદિક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજિત 300 લોકો દ્વારા મેં સ્વાસ્થ્ય નું ચેકઅપ કરાવી દવા લેવામાં આવી. આ કાર્યક્રમ પ્રસંગે પશુપાલન ખાતા દ્વારા જુદી જુદી યોજનાઓ હેઠળ 400 જેટલા લાભાર્થીઓને લાભાનવિત કરવામાં આવ્યા જેની કુલ રકમ 12 લાખ રૂપિયા જેટલી જણાઈ આવે છે આમ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો

Share

Related posts

‘સાપ તેને પણ ડંખશે, જેને ઉછેર્યો છે…’, એસ જયશંકરે કરી હિના રબ્બાનીની બોલતી બંધ

Admin

ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ધરતી આબા ઉત્કર્ષ અભિયાન ધારાસભ્ય મહેશ ભૂરીયાની પ્રેરક ઉપસ્થિતીમા યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાનો માછણ નાળા ડેમ છલકાયો 277.64 મીટર સપાટી સાથે ઓવરફલો નીચાણવાળા સાત ગામો ને એલર્ટ કરાયા હતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial