Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કેળવણી મંડળની કારોબારી ચૂંટણી માટેનું મતપત્ર જાહેર કરવામાં આવ્યું

પંકજ પંડિત

1078 મતદારો સાત સભ્યો માંથી ત્રણ વ્યક્તિને ચૂંટી કારોબારીમાં સ્થાન આપશેઝાલોદ નગરની સહુ થી મોટી શૈક્ષણિક સંસ્થામા વહીવટ કરવા માટે કારોબારી સભ્ય માટેની ચૂંટણી તારીખ 04-05-2025 ના રવિવારના રોજ સવારે 8 થી 12 વાગ્યા સુધી યોજાવાની છે. આ ચૂંટણી જંગમાં કુલ સાત કેળવણી મંડળના સભ્યો કારોબારીમા જવા ચૂંટણી લડી રહેલ છે. કેળવણી મંડળમા 1078 સભ્યો છે આ 1078 સભ્યો તારીખ 04-05-2025 ના રોજ બી.એમ.હાઈસ્કૂલ ખાતે ચાર અલગ અલગ બુથોમા જઈ મતદાન કરવાના છે એક બુથમા ક્રમ નંબર મુજબ અંદાજીત 250 મતદારો મતદાન કરશે.કેળવણી મંડળ દ્વારા ચૂંટણી જંગમા ઉભા રહેલ ઉમેદવારો માટેનું મત્રપત્ર ક્રમ મુજબ બહાર પાડેલ છે .મત્રપત્ર મુજબ ક્રમ નંબર (1) જસવંતકુમાર અમૃતલાલ પંચાલ (2) જીતેન્દ્રકુમાર બાલમુકુન્દ આચર્ય (3) દિલીપભાઈ રમણભાઈ પટેલ (4) પરેશભાઈ લાલચંદભાઈ પંચાલ (5) પાર્થકુમાર કિરણભાઈ પટેલ (6) અતુલકુમાર નાથાલાલ પટેલ (7) પટેલ અ.રજાકભાઈ ઈબ્રાહીમભાઈ ચૂંટણી જંગમાં ઉભા રહેલ છે.ઉપરોક્ત સાત સભ્યો માંથી ત્રણ વ્યક્તિઓને કેળવણી મંડળના સભ્યો દ્વારા ચૂંટીને લાવવામાં આવનાર છે.

Share

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરાના મુસ્લિમ કસ્બા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નિકળી – જુઓ VIDEO

gujaratjanekta

પંચશીલ કોલેજ ગોધરાના NSS વિભાગના વાર્ષિક શિબિરનો ઉદ્દઘાટન સમારોહ,ગોવિંદી પ્રાથમિક શાળા ખાતે યોજાયો

gujaratjanekta

ઝાલોદ ભીલ રાજા વસૈયા ચોક ખાતે બાપ સાંસદ રાજકુમાર રોતનુ સ્વાગત કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial