Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ વાઘમાસી 3,000 રૂપિયાની લાંચ લેતા એસીબી ગોધરા ની છટકામાં.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ વાઘમાસી 3,000 રૂપિયાની લાંચ લેતા એસીબી ગોધરા ની છટકામાં રમેશભાઇ મગનભાઇ વાધમસી ઉવ.૩૧ ધંધો-નોકરી પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-૩ હાલ રહે. લક્ષ્મીનગર મકાન નંબર ૨૪૩ રળીયાતી તા.જી.દાહોદ મુળ રહે.મોટાઆસરાણા તા.મહુવા જી.ભાવનગર.આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા પ૦૦૦/- ની લાંચની માંગણી કરેલી જેથી ફરીયાદીએ કહેલ હાલ મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી. જેથી આરોપીએ રૂપિયા ૩૦૦૦/- આપી દે તેમ જણાવેલ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ આ અંગે ફરીયાદ જાહેર કરતા બે રાજ્ય સેવક પંચોની હાજરીમા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી દાહોદ ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે ફરીયાદી સાથે પંચ-૧ ની હાજરીમા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૩૦૦૦/- લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કરી લાંચ લેતા એસીબીની ટીમ ગોધરાની છટકામાં પકડાયો.

Share

Related posts

પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના અંધેર વહીવટ : જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર શૈલેષભાઇ ઠાકરે બાયો ચડાવી – જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે ક્રેટા કાર માંથી 9,09,120 રૂપિયાનો પોશડોડાનો જથ્થો ઝડપાયોક્રેટા કાર માંથી અલગ અલગ વાહનોના રજિસ્ટ્રેશનની ચાર નંબર પ્લેટો મળી આવી

gujaratjanekta

ખેડૂતો આનંદો: સરકારે જમીનનો સરવે રદ કર્યો, હવે જામનગર-દ્વારકાથી નવેસરથી થશે જમીન માપણી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial