Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

શિક્ષણાધિકારી કચેરી : જુના શિક્ષક ભલામણ પત્ર અને નિમણૂક આદેશ આપવામાં આવ્યા

 

 જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પંચમહાલ જિલ્લાના પ્રાંત માધ્યમિક સંવર્ગ ગુજરાત મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ ઠાકર અને ઉચ્ચતર માધ્યમિક મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી મીરાબેન સાદરીયા ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આચાર્ય સંવર્ગ પ્રાંત ઉપાધ્યક્ષ જે આર શાહ તથા પંચમહાલ જિલ્લાના આચાર્ય સંવર્ગમાંથી અધ્યક્ષ શ્રી ડી એમ ચૌહાણ સાહેબ, મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ બી બારીયા, ઉપાધ્યક્ષ શ્રી મેહુલભાઈ સેવક, મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી વિમલબેન જોશી,

 માધ્યમિક સંવર્ગ માંથી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રસિંહ પરમાર, મંત્રી શ્રી કલ્પેશભાઈ પટેલ,આંતરિક ઓડીટર શ્રી વિશાલભાઈ પ્રજાપતિ, મહિલા ઉપાઘ્યક્ષ શ્રીમતી ઉર્વશીબેન ચૌધરી તથા ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ માંથી મંત્રી શ્રી એમીશભાઈ જારસાણીયા, સંગઠન મંત્રી દેવેન્દ્રસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાંત મહામંત્રી જિતેન્દ્ર ઠાકર દ્વારા સંગઠન દ્વારા થઈ રહેલા સતત પ્રયત્નોથી જુના શિક્ષક અન્વયે બદલીનો જે પરિણામ મળ્યું છે તેને ચર્ચા કરી તમામને મો મીઠું કરી શુભેચ્છાઓ આપવામાં આવી 

વતનની રાહ જોઈ રહેલા હજારો શિક્ષકો પોતાના જિલ્લમાં જ્યારે જઈ રહ્યા છે ત્યારે શિક્ષકોની બદલી ના જે જિલ્લામાં બીજ રોપાયા હતા તે જિલ્લામાંથી આજે 54 જેટલા શિક્ષકો ને જુના શિક્ષક તરીકે બદલી આવી. 

આજના આ કાર્યક્રમમાં જિલ્લાના તથા જિલ્લા બહારથી આવેલા તમામ શિક્ષકોને શુભેચ્છા આપવામાં આવી . શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી પી ડી સોલંકી સાહેબે તમામને આવકાર્યા. શ્રી જીતેન્દ્રભાઈ ઠાકર સાહેબે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની વિચારધારા અને બદલીની સફળતા ગણાવી તમામ શિક્ષકોને જિલ્લામાં આવકાર્ય અને શુભેચ્છા પાઠવી. ત્યારબાદ ડી એમ ચૌહાણ સાહેબે પણ તમામ શિક્ષકોનું અભિવાદન કર્યું. 

  કાર્યક્રમના અંતે જ્યારે શિક્ષકો નિમણૂક આદેશ લઈને બહાર નીકળ્યા ત્યારે તેમનું મોં મીઠું કરીને વ્યક્તિગત શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીના હિતમાં સમાજના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં આપ નવી શાળામાં જઈ રહ્યા છો ત્યારે રાષ્ટ્રના વિકાસમાં બાળકોનો સર્વાંગી વિકાસ કરશો એવો સંદેશો પાઠવવામાં આવ્યો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસર થી ઝાલોદ જતા હાઇવે માર્ગ ઉપર બનાવવામાં આવેલ ખારી નદીના નવીન પુલ ઉપર ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા જાનહાનીનો ભય

gujaratjanekta

૧૬.૨ ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો પ્રારંભ, ગરમ વસ્ત્રોની બજારમાં હજુ ઘરાકીની રાહ

Admin

ગુજરાતમાં 23 આઈએએસની બદલી, જાણો અમદાવાદના કલેક્ટર-એએમસીના કમિશનર તરીકે કોની નિયુક્તી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial