Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બર્ડ ફીડર અભિયાન દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ના આદેશથી વ્હોરા સમાજની અનોખી પહેલ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ધર્મગુરુ સૈયદના સાહેબ ના બર્થ ડે નિમિત્તે વ્હોરા સમાજના જીવ દયા સંદેશ પક્ષીઓના દાણા સ્ટેન્ડ વિતરણ કરવામાં આવ્યુંદાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદૃલ સેફુદ્દીન સાહેબ ના આદેશ અનુસાર બર્ડ ફીડર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પક્ષીઓ ને દાના પાણી મળી રહે તે માટેનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે જીવ દયા નો સંદેશ આપતા હોવા ફતેપુરાના જનાબ અબુલ ફાઝીલ શાકીર સાહેબને આગેવાની હેઠળ જમાતના સેક્રેટરી શેખ મોઈજભાઈ જીરુવાલા જોઈન્ટ સેક્રેટરી હુસામુદ્દીનભાઈ નલાવાલા ટ્રેઝર કુતબુદ્દીનભાઈ ગુલામઅલીવાલા મોહમ્મદભાઈ કચેરીવાલા હાતિમભાઈ ટીનવાલા અલીઅસગરભાઈ નલાવાળા શબ્બીરભાઈ સુનેલવાલા ફતેપુરા નગરમાં આવેલ હાઈસ્કૂલ મામલતદાર કચેરી કોર્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પશુ દવાખાના વગેરે ઓફિસમાં બર્ડ ફિડર નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું બર્ડ ફિડર પક્ષીઓ માટે વિશેષ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ છે જેમાં પક્ષીને બેસવા માટે હુક અને હોલ આપવામાં આવેલ છે જેમાં પક્ષી ચાંચ નાખીને દાણા ચુગી શકે છે આની ડિઝાઇન એ રીતે કરવામાં આવેલ છે કે નીચેથી લઈને ઉપર સુધી આપવામાં આવેલ હોલમાંથી પક્ષી દાણા ચુગી શકે છે હોલ એ રીતે બનાવવામાં આવેલા છે કે દાના નીચે પડી શકે નહીં અને પક્ષી દ્વારા દાના ચુગતી વખતે જો કોઈ દાણા પડી જાય તો તે નીચે લાગેલ પલેટમાં પડે છે જેથી દાણા વેસ્ટ થવાની પણ સંભાવના રહેતી નથી ઉપરોક્ત જાનકારી પત્રકાર શબ્બીરભાઈ સુનેલવાલા એ આપેલ છે

Share

Related posts

કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદને ઘરે દરોડા : ₹ 300 કરોડ રોકડા મળ્યા

gujaratjanekta

પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે “આત્મ નિર્ભર ભારત “સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યશાળા યોજાઈ

gujaratjanekta

ઝાલોદ રામદ્વારા મંદિર ખાતે બહુચર માઁ ના પ્રાગટ્ય દિવસ નિમિતે પટેલ સમાજના આનંદના ગરબાએ ધૂમ મચાવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial