Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કેરિયર એડવાન્સમેન્ટ કાર્યક્રમ યોજાયો

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કેરિયર એડવાન્સમેન્ટ અંતર્ગત કેરિયર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ડૉ. અજયભાઈ રાવલ અને
શ્રી પ્રકાશભાઈ રબારી ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ડૉ. વાય. પી. ઝાલા દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ડૉ. અજયભાઈ રાવલ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી આગળ ભણવા માટે કયા કયા કોર્સ કરી શકાય તથા ક્યાં ક્યાં નોકરીની તકો રહેલી છે તે અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી. તેમજ NEP 2020ની વિશેષતાઓ અંગે જાણકારી આપવામાં આવી. શ્રી પ્રકાશભાઈ રબારી દ્વારા વોકેશનલ કોર્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. વાય. પી. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ રામદ્વારા મંદિર ખાતે બહુચર માઁ ના પ્રાગટ્ય દિવસ નિમિતે પટેલ સમાજના આનંદના ગરબાએ ધૂમ મચાવી

gujaratjanekta

આજે PM અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

gujaratjanekta

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે “મ્યુઝિકલ ડે”ની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial