Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાળીગામ ગુજ્જર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાળીગામ ગુજ્જર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં કુલ ૧૧૭ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.આ શિબિર દરમિયાન ગાયનેકોલોજિસ્ટ ડો. અનિલ બારિયાની ઉપસ્થિતિમાં ૩૩ સગર્ભા માતાઓની ANC તપાસ કરવામાં આવી હતી. સાથે ટીબી સ્ક્રીનિંગ અંતર્ગત ૧૦ દર્દીઓના X-ray લેવાયા, જેમાંથી ૨ કેસ પોઝિટિવ આવ્યાં અને તેમને જરૂરી સારવાર માટે રીફર કરવામાં આવ્યાં છે.કેમ્પમાં કિશોરીઓ માટે એડોલેશન હેલ્થ ચેકઅપ યોજાઈ અને મહિલાઓ માટે બ્રેસ્ટ સ્ક્રીનિંગ પણ કરવામાં આવી, જેના દ્વારા આરોગ્ય જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.કેમ્પ દરમિયાન મહિલાઓમાં પોષણ, સાફસફાઈ, માતૃત્વ આરોગ્ય અને સમયસર ચકાસણી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમગ્ર મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને ગ્રામજનોનો સહકાર રહ્યો હતો.

Share

Related posts

કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ સાહિત્યકૃતિ માટે ઍવોર્ડ અપાશે – જાણો વધુ

gujaratjanekta

વિશ્વ ક્ષય દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ થકી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ

gujaratjanekta

ઝાલોદ રામસાગર તળાવમાં ન્હાવા પડેલ બે વ્યક્તિ ડૂબી જતાં ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial