Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ એ.પી.એમ.સી સભાખંડ ખાતે વર્ક ઓડરો એનાયત કરવામાં આવ્યા.

પંકજ પંડિત

ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા અંદાજીત ૧૩.૦૫ કરોડના ખર્ચે વિકાસના કામોના વર્કઓડરો વિતરણ કર્યા.ઝાલોદ ૧૩૦ વિઅધનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા પ્રધાનમંત્રી આદિ આદર્શ ગામ યોજના હેઠળ સો ટકા ખાસ કેન્દ્રીય સહાય અંતર્ગત ઝાલોદ તાલુકામાં સીસી રસ્તાઓની ૫૪ ગામના વિકાસના ૧૦૭ કામો માટે ૩,૧૧,૦૦,૦૦૦/- ( અંકે ત્રણ કરોડ અગિયાર લાખ પુરા ) વહીવટી મંજૂરીના હુકમો ના વર્ક ઓર્ડર વિતરણ ૧૩૦ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા વરદ હસ્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમજ પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત નવીન ક્લાસરૂમ પ્રાથમિક શાળા ના વહીવટી હુકમો૨,૪૦,૭૬૦૦૦/- ( અંકે બે કરોડ ચાલીસ લાખ છોત્તેર હજાર પુરા ) એજન્સીઓને વિતરણ કરવામાં આવેલ તેમજ નવીન નંદ ઘર આંગણવાડી કેન્દ્રોના ૪૮ જેટલા નવીન નંદઘરો બનાવવા માટે ૫,૭૬,૪૧૦૦૦/- ( અંકે પાંચ કરોડ છોત્તેર લાખ એકતાલીશ હજાર પુરા ) વર્ક ઓર્ડરો એજન્સી ઓને આપવામાં આવ્યા હતા. તથા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ નવીન નંદઘરના બાંધકામ માટે ૧,૭૭,૦૦,૦૦૦/- ( એક કરોડ સત્યુંતેર લાખ પુરા ) વર્ક ઓર્ડરો એજન્સીઓને બાંધકામ કરવા હુકમો આપવામાં આવેલ છે. આમ કુલ મળી ઝાલોદ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ માટે કુલ:-૧૩,૦૫,૧૭૦૦૦/ ( અંકે તેર કરોડ પાંચ લાખ સત્તર હજાર પુરા. )વહીવટી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઝાલોદ ની સભાખંડમાં ઝાલોદ ૧૩૦ વિધાનસભાના ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયા ના વરદ હસ્તે તાલુકા વિકાસ અધિકારી,તલાટી ક્રમમંત્રીશ્રી, વહીવટદારશ્રી, સરપંચશ્રીઓ,તાલુકા સભ્યશ્રીઓ,જિલ્લા સભ્યોની ઉપસ્થિતિમાં વર્કઓર્ડરો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Share

Related posts

સંજેલી તાલુકામાં ભારે વરસાદમાં નુકસાન થી બંધ થયેલ વીજ પુરવઠા અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી ફરી લાઈનો શરૂ કરતી વિદ્યુત વિભાગની ટીમો .

gujaratjanekta

મધ્યપ્રદેશના હલકી મનોવૃત્તિના IAS અધિકારી સંતોષ વર્માના બ્રહ્મસમાજ વિરુધ્ધના બોલાયેલા હલકટ શબ્દો સામે ગુજરાત બ્રાહ્મણ સમાજ વતી આકરો રોષ વ્યક્ત કરતા સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકર – જાણો વધુ

gujaratjanekta

ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના શૈક્ષણિક સાહિત્યની ચોરીનું કૌભાંડ: ‘જ્ઞાન એકેડમી’ના કોપીરાઇટ ભંગ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ૨ સામે ગુનો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial