Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

શ્રી પરશુરામ જયંતીએ 108 દીપ ની મહા આરતી કરવામાં આવી

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

વડોદરામાં શ્રી પરશુરામ સેનાના અગ્રણીઓ જયેન્દ્રભાઈ પાઠક અને અનિલભાઈ ભટ્ટના નેતૃત્વમાં દર રવિવારે શ્રી કામનાથ મહાદેવ તથા શ્રી પરશુરામ ભગવાનની આરતી કરવામાં આવે છે . તારીખ :10 -05 -2024 ને શુક્રવારે અક્ષય તૃતીયાના શુભ દિને શ્રી પરશુરામ જયંતી હોવાથી શ્રી કામનાથ મહાદેવએ કામનાથ ભગવાનની અને શ્રી પરશુરામ ભગવાનની 108 દીપ ની મહા આરતીનો કાર્યક્રમ યોજાયો જેમાં ભાર્ગવભાઈ ભટ્ટ ,શ્રી શંકરલાલ ત્રિવેદી, મીઠું મહારાજ, માતૃશ્રી જીગ્નેશભાઈ જોશી, મનીષભાઈ જોશી , રોહિતભાઈ પંડ્યા, તારકભાઈ પંડ્યા, મિતેશભાઇ ભટ્ટ સહિત અસંખ્ય ભૂદેવો મહાદેવ ની મહાઆરતી માં જોડાયા હતા પ્રથમ શ્રી કામનાથ મહાદેવ પછી શ્રી પરશુરામ ભગવાનની 108 દીપ ની મહા આરતી કરવામાં આવી . તેમજ પરશુરામ સેનાએ સાંજે નવા યાર્ડ વિસ્તારમાં મંદિરે મહા આરતી કરતા અસંખ્ય બ્રહ્મબંધુઓ જોડાયા હતા . મહા આરતી પછી મહાપ્રસાદ લઈ સૌ એ પરશુરામ ભગવાનનો જય ઘોષ કર્યો.

Share

Related posts

અંબાજીના મોહનથાળન જગ્યા કોઇ પ્રાઇવેટ કંપનીમાં બનતી ચીકી ન જ લઇ શકે – કોંગી MLA ગેનીબેન ઠાકોર

gujaratjanekta

સરાહનીય પોલીસ સેવાઓ માટે DGP’s Commendation Disc-2020 મેડલ ની જાહેરાત પંચમહાલ જિલ્લા માંથી ચાર પોલીસ કર્મચારીઓ ની પસંદગી

gujaratjanekta

લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial