Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

બોડેલીમાં ઠગબાજોએ નકલી સરકારી ઓફિસ તૈયાર કરી અને ગ્રાન્ટ પણ પાસ કરાવી દીધી !!

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી સરકારી કચેરીનો કેસ સામે આવ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી ઓફિસ બનાવી અને 4 કરોડ 15 લાખની ઉચાપત કર્યાની ઘટના સામે આવી છે. જે મુદ્દે બોડેલીના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ધવલ પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રાયોજના વહીવટ અધિકારીના કામોના આયોજન માટે મીટીંગ બોલાવી ત્યારે આ ધ્યાને આવ્યું હતુ. મીટિંગમાં ટ્રાયબલના કામોની ચર્ચા કરી હતી. સિંચાઈ વિભાગની ખોટી દરખાસ્ત ધ્યાને આવતા આ મામલો સામે આવ્યો હતો. આ મામલો બહાર આવતા અમે પોલીસને તપાસ સોંપી છે. નકલી કાર્યપાલક ઈજનેરને ખાનગી કોમ્પ્લેક્ષમાં પોલીસ લઈ આવી હતી. આરોપી સંદીપ રાજપૂત અને અબુ બક્કર સૈયદને સાથે રાખી રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ત્યારે પોલીસે ઓફિસનું તાળું તોડી તેમનાં દસ્તાવેજો અને અન્ય સામગ્રી કબ્જે કરી હતી. ત્યારે હવે આ સમગ્ર કૌભાંડમાં સિંચાઈ વિભાગનાં કર્મચારીઓ સંકળાયેલ છે કે નથી તે તપાસનો વિષય બન્યો છે. ત્યારે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

સમગ્ર કૌભાંડ મામલે બોડેલી સિંચાઈ વિભાગનાં કાર્યપાલક ઈજનેર ધવલ પટેલે નિવેદન આપ્યું હતું કે, પ્રાયોજના વહીવટ અધિકારીનાં કામોનાં આયોજન માટે મીટિંગ બોલાવી ત્યારે ધ્યાને આવ્યું હતું. સિંચાઈ વિભાગની ખોટી દરખાસ્ત ધ્યાને આવતા મામલો સામે આવ્યો હતો. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા આવી કોઈ દરખાસ્ત કરાઈ નથી. આવા કોઈ અધિકારી અમારે ત્યાં ફરજ બજાવતા નથી. અગાઉ પ્રાયોજના વહીવટદાર દ્વારા આવા કોઈ કામોની ચર્ચા કરાઈ નથી. સમગ્ર મામલે પ્રયોજનાં વહીવટદારની કચેરી શંકાનાં દાયરામાં આવી છે

 

Share

Related posts

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ભગવામય શુભકામના પાઠવવામાં આવી

gujaratjanekta

ઝાલોદ તાલુકા માંથી પસાર થતા નેશનલ કોરિડોર હાઇવે થી નુકશાની માટે લડત લડનાર ખેડૂત આગેવાન પોલિસ દ્વારા અટકાયત કરાઈ

gujaratjanekta

ઝાલોદ પી.વી.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ સાથે પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial