Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારીનો વિરોધ કરવાના કાર્યક્રમનો ફીયાસકો – જાણો વધુ

સાહિલ શેખ – પત્રકાર

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષો પોત પોતાના મત વિસ્તારમાં પ્રજા પાસે જઈને પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે તેમજ પ્રજાનો વિશ્વાસ કેળવવા, તેમજ લોકોના પ્રશ્નોને સાંભળવાની પૂર્વતૈયારીમાં લાગી ગયા છે. આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા એક દિવસીય મોંઘવારીના વિરોધમાં બંધ પાળ્યું હતું. જેમાં પંચમહાલ – મહીસાગર જીલ્લા સહિત તમામ તાલુકાઓ માં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વ્યાપાર ઉદ્યોગ ચલાવતા વેપારીઓ પાસે દુકાને દુકાને જઈ દુકાનના શટલો બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં અને અન્ય વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત બંધ રાખવાની જાહેરાત કરી હતી. સંતરામપુર કોલેજ રોડ વિસ્તારથી બસ સ્ટેશન સુધી કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધ સૂત્રચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો પરંતુ કોંગ્રેસનો આ બંધ પાડવાનો કાર્યક્રમનો ફીયાસકો જોવા મળ્યો. સંતરામપુર નગરના દરેક વિસ્તારો ખુલ્લા જોવા મળ્યા. કોંગ્રેસને જોઇને કોઈપણ વેપારી દ્વારા યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. કોંગ્રેસ પાર્ટી ને સાથ – સહકાર આપવામાં થોડો પણ રસ દેખાતો ન હતો. જે રીતે આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી ભથ્થાને લઇને વેપારીઓ પાસે વેપાર ધંધા બંધ રાખી સાથ સહકાર આપવા જણાવાયું હતું પરંતુ સાથ સહકાર ન મળતો જોઈ ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી ઉપરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે.

Share

Related posts

સિંગવડ તાલુકામાં તાલુકા કક્ષાનુ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

gujaratjanekta

ઝાલોદ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી એમ ડી દવે ની અધ્યક્ષતામાં યોજાયો

gujaratjanekta

દાહોદ જિલ્લો રંગાયો દેશભક્તિના રંગમાં દાહોદની ગુરૂકુળ વિધાલયમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial