“એચ.આઇ.વી. સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીયે”
તારીખ:-૪-૧૨-૨૦૨૪ ના રોજ “ 1st ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે” ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ અને HIV/AIDS Positive People Seva Mandal, Dahod ના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ઉદયકુમાર ટીલાવત અને ડૉ આર. ડી. પહાડીયા તેમજ ડૉ.એ.આર ચૌહાણ ઇન્ચાર્જ ડી ટી એચ ઓ શ્રી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અમદાવાદ અને GSNP+સુરત ધ્વારા દાહોદ જીલ્લામાં કાર્યરત સમગ્ર પ્રોજેક્ટના કચેરી ખાતે અભિગમ ચેરીટેબલ ટ્રસ્ટના દાતાશ્રી દ્વારા PLHIV બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ સમગ્ર પ્રોજેક્ટ દાહોદ ખાતે કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલ્ફર કમીટી દાહોદ(CWC) ના ચેરમેનશ્રી તેમજ અભિગમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો હાજર રહેલ. કાર્યક્રમના ભાગરૂપે DISHA DAPCU અને સમગ્ર પ્રોજેક્ટ ના સહયોગ દ્વારા પ્રાથમિક પ્રવચન આપી એચઆઈવી કાર્યક્રમની રૂપરેખા ની સમજ આપવામાં આવી બીમારી સાથે જીવતાં દર્દીઓને એકત્રિત કરી તેમના જીવનમાં એચઆઈવી /એઇડ્સ વિષયક સમજ કેળવાય અને તેઓ ગંભીર બીમારીથી બચે તે માટે આયોજિત કાર્યક્રમમાં સંપૂર્ણ જાણકારી લે તે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.. વધુમાં ચાઈલ્ડ વેલ્ફર કમીટી દાહોદ(CWC) ના ચેરમેનશ્રી રજનબેન રાજ્હ્શ દ્વારા સીગલ પેરેન્ટ્સ ના બાળકો માટે ગવર્મેન્ટ થી મળતી સહાય ની માહિતી તેમજ સંસ્થા નો સપર્ક કરવા જાણ કરવામાં આવી.

