Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

“ગુજરાતના બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય દત્તક વિધાન માસની ઉજવણી”

રાષ્ટ્રીય દત્તક જાગૃતિ માસની ઉજવણી ના ભાગરૂપે તારીખ 26 11 2024 ને મંગળવાર ના રોજ ગુજરાત લૉ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આ ઉજવણીનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો.
આ અતિ મહત્વના અને સમાજમાં ઊંડી અસર ઉપજાવતા પ્રસંગમાં ગુજરાતના તમામ જિલ્લાઓના બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીઓ, તમામ જિલ્લાઓના બાળ સંરક્ષણ યુનિટના ડીસીપીઓ, તમામ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ કે તેમના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા. રાષ્ટ્રીય દત્તક વિધાન નું કાર્ય સંભારતી સંસ્થા “સારા”ના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ના અધ્યક્ષતા માં યોજાયેલ.

આ સમારંભમાં ગુજરાત એનસીપીસીઆર ના ડાયરેક્ટર શ્રી જાદવ સાહેબની અને ડેપ્યુટી ડાયરેક્ટર સુશ્રી વાલા મેડમ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. દત્તક વિધાન અને સારા સંસ્થા દ્વારા દત્તક આપવાની કાર્યવાહી અંગે વક્તાઓ દ્વારા વિશેષ છણાવટ કરવામાં આવી હતી અને રસપદ રીતે સમગ્ર પ્રક્રિયાની સમજણ ઉપસ્થિત અધિકારીશ્રીઓને અને ચેરમેન શ્રીઓને આપવામાં આવી હતી. આ સમારંભમાં વડોદરા cwc ચેરમેન શ્રી શંકરલાલ ત્રિવેદી અમદાવાદના સી ડબલ્યુ સી ચેરમેન શ્રીમતી ચંદ્રિકાબેન સાંગાણી સાબરકાંઠા સી ડબ્લ્યુ સી ચેરમેન શ્રી વિનાયક ભાઈ મહેતા,ગાંધીનગર સી ડબ્લ્યુ સી ચેરમેન શ્રી નવીનભાઈ વ્યાસ અને ભાવનગર સી ડબ્લ્યુ સી ચેરમેન શ્રી ઉપેન્દ્રભાઈ ડોડીયાએ પ્રશ્નોત્તરી કરી સમારંભને રસપ્રદ બનાવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના ચિલ્ડ્રન હોમના બાળકોએ સુંદર મનોરંજન કાર્યક્રમ રજૂ કર્યો હતો અને રાષ્ટ્રીય ભાવના ને ઉજાગર કરતું રાષ્ટ્રગાન રજૂ કર્યું હતું. ગાંધીનગર સી ડબલ્યુ સી ચેરમેન શ્રી નવીનભાઈ વ્યાસે સહભાગી બાળકોને પ્રોત્સાહિત કરવા રોકડ ઇનામ પણ આપ્યા હતા. ઉપસ્થિત સર્વે એ ગાંધીનગર ના બાળકોની કાર્યશીલતા વખાણી હતી અને ચેરમેન શ્રી ને અભિનંદન પાઠવ્યા હતા. Cwc ચેરમેન શ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ પ્રશ્નોત્તરીથી કાર્યક્રમ રસપ્રદ બન્યો હતો.

Share

Related posts

IOCL બ્લાસ્ટમાં મૃતકોના પરિવારને રૂ. 25 લાખ : પત્નીને નોકરી અને બાળકોના ભણતરનો સંપૂર્ણ ખર્ચ કંપની આપશે

gujaratjanekta

ગુજરાત પ્રચારની કમાન સંભાળશે પીએમ મોદી, વડાપ્રધાનની રાજ્યમાં થશે 25 રેલીઓ, 40 આ નામો પણ પ્રચાર કરશે

gujaratjanekta

પ્રાંત અધિકાર, ના.મામલતદાર સહિત ૪ સામે કલમ 306, 181, 182, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1) (10) મુજબ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial