Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ભાજપ અનુસૂચિત જાતિ મોચૉ દ્વારા 75માં સંવિઘાન દિવસની ઉજવણી કરી ગૌરવ યાત્રા કાઢવામાં આવી

પંકજ પંડિત

ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઊજવામાં આવે છે. મૂળ અપનાવાયેલા બંધારણમાં ૨૨ ભાગો, ૩૯૫ અનુચ્છેદ અને ૮ અનુસૂચિઓ હતી જેમાં બંધારણીય સુધારા દ્વારા વખતોવખત ફેરફાર કરવામાં આવેલ છે.ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે.ભારતના બંધારણમાં સેક્યુલર (ધર્મનિરપેક્ષ) અને સોશ્યાલિસ્ટ (સમાજવાદ) શબ્દોનો ઉમેરો ૧૯૭૬ની ભારતીય કટોકટી દરમિયાન ૪૨મા સુધારા વખતે કરવામાં આવ્યો હતો. ભારતનું બંધારણ કલમ ૩૭૦ મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં ૨૦૨૦માં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે.આજરોજ 26-11-2024 ના રોજ ડૉ બાબા સાહેબ આંબેડકર રચિત સંવિઘાન દિવસ નિમિત્તે ઝાલોદ ભાજપ અનુસૂચિત જાતિ મોચાઁ દ્વારા સંવિઘાન ગૌરવ યાત્રા સરદાર પટેલ ચોક થી આંબેડકર ચોક સુધી કાઢવામાં આવી હતી. આ સંવિઘાન ગૌરવ યાત્રા નિમિત્તે સરદાર પટેલ અને ડૉ આંબેડકરની પ્રતિમાને દરેક આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રામા ભાજપ તેમજ અનુસૂચિત જનજાતિના સહુ લોકો જોડાયા હતા. બાબા સાહેબ આંબેડકર અમર રહોનાનારાસાથેસહુકાર્યકર્તાઓએ નારા લગાવ્યા હતા તેમજ બાબા સાહેબ આંબેડકરના સંવિઘાનુ પાલન કરીશું તેવી દરેક ઉપસ્થિત લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી.આજના આ પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લા બીજેપી પ્રદેશ પ્રભારી બુધાભાઇ ખડાયતા ,જીલ્લા પ્રભારી ભરત શ્રીમાળી જીલ્લા પ્રમુખ દેવચંદ પરમાર ,વિ.હી.પ જીલ્લા મંત્રી કિરણ ચાવડા, જીલ્લા મહામંત્રી નાનુભાઈ ..શહેર ભાજપ પ્રમુખ દિનેશ પંચાલ ,સનીલાલ ભુનાતર સહિત તમામ અનું.જાતિ મોરચાના કાર્યકર્તાઓ વાલ્મીકિ.. રોહીત સમાજના આગેવાનો હાજર રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો.. કાર્યક્ર્મ મા સંવિધાન દિવસ વિશે જાણકારી ભરત શ્રીમાળી એ આપી હતી.

Share

Related posts

અમદાવાદથી CBI દ્વારા ઝડપાયેલો પાકિસ્તાની જાસુસ ત્યાંની ઈન્ટેલિજન્ટ એજન્સી સાથે કોડ વર્ડમાં કરતો હતો ચેટ, 11 દિવસના રીમાન્ડ

gujaratjanekta

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ

gujaratjanekta

આગામી વર્ષે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તારીખમાં થઈ શકે છે બદલાવ – જાણો કેમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial