Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા માટે ચૂંટણી માટે વોર્ડનુ સીમાંકન જાહેર થતાં ચૂંટણી લડવા ઉભા રહેનાર ઉમેદવારોના ગણિત ચાલુ

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકાનુ વોર્ડ દીઠ સીમાંકન તેમજ અનામત માટેનુ લિસ્ટ ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 13-11-2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું તેથી હવે ચૂંટણી લડનારા ઉમેદવારો કયા વોર્ડ માંથી ઉભું રહેવું તેવું ગણિત મૂકી રાજકીય રીતે રોટલા શેકવામાં ચાલુ કરી દીધેલ છે. ચૂંટણી લડનાર ઉમેદવારો વોર્ડ પ્રમાણે પોતાની ચાર ઉમેદવારો માટેની ટીમ તૈયાર કરવા લાગી ગયેલ છે. ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા સીમાંકન લિસ્ટ જાહેર કરવામાં આવતા ચૂંટણી આવી રહેલ હોવાના પડઘા નગરમાં ગુંજી રહેલ છે. ચૂંટણીમા ઉભા રહેનાર ઉમેદવારોની અંગત મીટિંગ ચાલુ થઈ ગઈ હોવાનું પણ સાંભળવા મળી રહેલ છે. રાજકીય રીતે નગરમાં ભાજપ કોંગ્રેસ, આપ ,બાપ તેમજ બીટીપી માંથી નગરમાં ચૂંટણી લડનારા ઉમેદવારો પોતપોતાના સોગઠાં ગોઠવી રહેલ છે.
રાજકીય રીતે પોતાની ગમતી પાર્ટીમાં કોઈ ઉમેદવારને ટિકિટ નહીં મળે તો પક્ષ પલ્ટો થાય અથવા અપક્ષમા ઉભા રહી ચૂંટણી લડશે તેવી પણ નગરમાં ચર્ચા થઈ રહેલ છે. આવનાર સમયમાં નગરના રાજકારણમાં ઉથલપાથલ થાય કે કોઈ નવી રાજકીય ઘટના ચૂંટણીને અનુલક્ષીને બને તો નવાઈ નહીં. બીજી બાજુ નગરની પ્રજા પણ ચૂપ રહી રાજકીય ગણિત સમજી કોને સપોર્ટ કરશે તે પણ હાલ નક્કી થઈ રહેલ નથી કેમકે નગરમાં 7 વોર્ડમા કુલ 28 ઉમેદવારો માટે ચૂંટણી યોજાવાની છે પરંતુ તેની સામે નગરપાલિકામા ઉમેદવારોનો રાફડો ફાટશે તેવું લાગી રહેલ છે તેથી નગરની પ્રજા ઉમેદવારોની લડાઈમાં કોને વોટ આપશે તે માટે મુંઝવણ અનુભવશે. હાલ જે હોય પણ આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ ચારેબાજુ લોકો ગ્રુપમા ચૂંટણી અંગે ચર્ચા તેમજ ઉમેદવારો વિશે ચર્ચા કરતા જોવા મળી રહેલ છે.

Share

Related posts

પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની ભવ્ય જીત : 5 લાખથી વધુની લીડ

gujaratjanekta

અમૃતમ યોજના માટે બોન્ડ: વડોદરા મનપાના વિવિધ પ્રોજેક્ટોમાં હિસ્સો આપવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવા સેબીની મંજૂરી, ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણ કરશે

Admin

પ્રજાપતિ સમાજ દ્વારા સત્તર વર્ષ સુધી બાળકને સંપૂર્ણપણે મોબાઈલ નો ત્યાગ કરવા માટે કરી અપીલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial