Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા યોગ દ્વારા ડાયાબિટીસ મુક્તઆયોજન દાહોદ ખાતેકરવામાં આવ્યું.

ગૃહ મંત્રી માન.હર્ષભાઈ સંઘવી ગુજરાત સરકાર તેમજ માન.ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજીનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા ખાતે મુખ્ય મહેમાન મહા મંડલેસ્વર શ્રી જગદીશ દાસજી મહારાજ (રામાનંદ પાર્ક) તેમજ પૂજ્ય ગુરૂજી અને કથા વાચક નલિનકાન્ત ભટ્ટ(રી.આચાર્ય) તથા કપિલા દીદી (ભ્રમ્હાકુમારી) તેમજ મેડિકલ સ્ટાફ નાઓ દ્વારા દીપ પ્રાગટ્ય થી યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં જગદીશદાસજી મહારાજ નાઓના આશીર્વચમ પ્રાપ્ત થયાં તેમજ પૂજ્ય ગુરુજી નલિનકાન્ત ભટ્ટ નાઓ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યુ અને લોકોને યોગને પોતાના જીવનમાં ઉતારવા આહવાન કરવામાં આવ્યું.
જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની ટીમ દ્વારા ડાયાબિટીસ ના નિવારણ માટે વિવિધ સુક્ષમ ક્રિયાઓ, યોગ આસાનો, પ્રાણાયામ કરાવવામાં આવ્યા.તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની દાહોદ જિલ્લા ટીમ દ્વારા હાજર તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કેમ્પ માઁ મોટી મોટી સંખ્યા માં લોકોએ ભાગ લીધો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ પોલિસ રામનવમીના ઉત્સવને લઈ હાઈ એલર્ટ : ડ્રોન કેમેરા દ્વારા નગરની અગાસીઓ પર નિરીક્ષણ કર્યું

gujaratjanekta

સુખસરમાં હાડકાયા કૂતરાનો આતંક:23 ને બચકા ભર્યા હડકાયા કૂતરાના આતંકનો શિકાર બનેલા ઇજાગ્રસ્તો એ સુખસર સરકારી દવાખાનામાં સારવાર કરાવી

gujaratjanekta

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial