Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા મામલતદાર નો સપાટો ફતેપુરા તાલુકાના બલૈયા ગામે થી પસાર થતી ગેરકાયદેસર સફેદ રેતી ભરી બિનઅધિકૃત ટ્રક જપ્ત કરી

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
આજરોજ ફતેપુરા મામલતદાર, એન એસ વસાવા ફતેપુરા સર્કલ ઓફિસર અને ટીમ દ્વારા તાલુકાના ગામોની નિયમિત ફેરણી દરમિયાન ફતેપુરા તાલુકાના બલૈયા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર,બલૈયા પાસે પસાર થઈ રહેલ સફેદ રેતી ભરીને જતા ટ્રકની ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન,પરિવહન તેમજ સંગ્રહ) નિયમો,૨૦૧૭ હેઠળ અટક કરવામાં આવેલ. તપાસ હાથ ધરતા રેતી પરિવહન માટે જરૂરી રોયલ્ટી પાસની મુદત વીતી ગયેલ હોવાનું ધ્યાનમાં આવેલ. જેથી સદર ટ્રકનો સીઝર હુકમ કરી ફતેપુરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મુકાવી આગળની કાર્યવાહી કરવા માટે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીશ્રી,દાહોદને જાણ કરવામાં આવેલ છે. મામલતદાર શ્રી ફતેપુરા દ્વારા સપાટો બોલાવવામાં આવતા બિન અધિકૃત રોયલ્ટી પાસ વગર વહન કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે

Share

Related posts

ઝાલોદમાં ભાગવત ભક્તિ મહોત્સવની ભવ્ય તૈયારી પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે ભાગવત કથા પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ

gujaratjanekta

આંતરરાષ્ટ્રીય સંમેલન મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ

gujaratjanekta

સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં પોક્સો એક્ટની જાગૃતતા માટે કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial