Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : મહીસાગર જિલ્લાની બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત થઇ ગયા છે. ગુજરાતમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. 

મહીસાગર જીલાલની સંતરામપુર બેઠક પર 2022ના ઉમેદવાર તરીકે  ભારતીય જનતા પાર્ટીએ કુબેરભાઈ ડિંડોરને ટીકીટ આપી છે. કોંગ્રેસે ગેંદલભાઈ ડામોર અને આમ આદમી પાર્ટીએ પર્વત વાગોડીયાને ટીકીટઆપી છે. આ બેઠક પરના ગત બે ચૂંટણીની પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2012 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગેંદલભાઈ ડામોર 68026 મતો સાથે જીત્યા હતા જયારે ભારતીય જનતા પાર્ટીના માનસિંહ ભમાત 4232 મતો સાથે હારી ગયા હતા. વર્ષ 2017ની ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કુબેરભાઈ ડિંડોર 68362 મતો સાથે જીત્યા હતા જયારે કોંગ્રેસના ગેંદલભાઇ ડામોરની હાર થઇ હતી. 

આદિવાસી સીટ પર 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે જેમાંથી ભારતીય જનતા પાર્ટીની બે જ વાર જીત થઇ છે. વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીના કુબેર ડિંડોર જીત્યા હતા જે હાલ મંત્રી છે. આ બેઠક પર બંને રાજકીય પક્ષોએ તેમના ઉમેવારો રિપીટ કર્યા છે જયારે આમ આદમી પાર્ટી પહેલી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. 

મહીસાગરની લુણાવાડા બેઠક પર 2022 વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જીગ્નેશકુમાર સેવકને કોંગ્રેસે ગુલાબસિંહ અને આમ આદમી પાર્ટીએ નટવરસિંહ સોલંકીને ટીકીટ આપી છે. મહીસાગરની લુણાવાડા સીટ પર સૌની નજર રહેશે. આ બેઠક પર ગત બે વિધાનસભાની ચૂંટણી પર નજર કરીએ તો વર્ષ 2012માં કોંગ્રેસના હીરાભાઈ પટેલની 72814 મતો સાથે જીત થઇ હતી જયારે ભારતીય જનતા પાર્ટીના કાલુભાઈ માલીવાડ 69113 મતો સાથે હારી ગયા હતા. ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડની 55098 મતો સાથે જીત થઇ હતી જયારે ભારતીય જનતા પાર્ટીના મનોજ પટેલની 51898 મતો સાથે હાર થઇ હતી. મહીસાગરની લુણાવાડાની આ બેઠક કે જ્યાં સૌથી વધારે અપક્ષ ઉમેદવારો જીત્યા છે.

નોંધનીય છે કે ગુજરાત વિધાનસાભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. પહેલા તબક્કાની મતદાન માટે ફોર્મની ચકાસણી પૂર્ણ થઇ ગઈ છે. આજે પહેલા તબક્કાના ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન પેહલી ડિસેમ્બરે યોજાશે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે.

Share

Related posts

મહીસાગર માતા મુક્તિ ધામ ટ્રસ્ટ દ્વારા દેગમડા ખાતે નવીન સ્મશાન ગૃહનું નિર્માણ કાર્ય પુરજોશમાં – જાણો વધુ

gujaratjanekta

રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ને રાજ્યકક્ષા નો એવોર્ડ

gujaratjanekta

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજપુતાના કંપની ની સામે ખુલ્લી જગ્યા માંથી ચોરી ના મુદ્દામાલ સાથે ૬ ઈસમોને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial