Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

CMની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક, પાક નુકસાની પર મળી શકે છે મોટી રાહત !!

રાજ્યમાં તાજેતરમાં પડેલા વરસાદ ના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોના કહ્યા પ્રમાણે પાકની લણણી કરવાની તૈયારી હતી. ત્યારે આવા સંજોગોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભા અને લણણી કરાયેલા પાકને નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. કેટલાક ખેડૂતોએ જણાવ્યુ હતુ કે મગફળીનો પાક ખેતરમાં પડ્યો હતો એટલે પલળી ગયો અને મગફળી છૂટી પડીને પાણીમાં તણાવા લાગી હતી. જ્યારે કપાસના પાક પર પાણી પડતા તમામ પાક નુકશાનીમાં ગયો હતો. ત્યારે આજ રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

સવારે 10 વાગે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. ત્યારે ખેડૂતોની સ્થિતીને લઇ દિવાળી પહેલા અતિવૃષ્ટિમાં પાક નુકસાની બાબતે સારા સમાચાર મળી શકે તેવી સંભાવના રહેલી છે.

Share

Related posts

બોર્ડના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર “તૈયારી જીત કી

gujaratjanekta

ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો

gujaratjanekta

અંબાજી તીર્થધામ ખાતે પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ રૂપે પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ સમારોહમા બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના પંચાલ રાજેશકુમાર સુંદરલાલને એવોર્ડ આપવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial