Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેવગઢ બારીયાની વાય. એસ. આર્ટ્સ અને કે. એસ. શાહ કોમર્સ કોલેજ ખાતે સિકલસેલ એનીમિયા કંટ્રોલ કાર્યક્રમ યોજાયો

  • કોલેજના વિદ્યાર્થીઓનું ચેકઅપ કરી રોગો વિશેની જાણકારી આપવામાં આવી
    દાહોદ : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની વાય. એસ. આર્ટ્સ અને કે. એસ. શાહ કોમર્સ કોલેજ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ તેમજ રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી (EMO) ડૉ નયન જોશી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કલ્પેશ બારીયાના દિશા દર્શન મુજબ સિકલસેલ એનીમિયા કંટ્રોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમ્યાન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સિકલસેલ પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, ઉપરાંત હાજર રહેલ વિદ્યાર્થીઓની સિકલસેલ અને બ્લડ ગ્રુપની તપાસ કરવામાં આવી હતી.એ સાથે રકતદાન વિશે પણ વિદ્યાર્થીઓને વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી.આ સિકલસેલ તપાસણી અભિયાનમાં કોલેજના આચાર્યશ્રી, NCC, NSS, કોલેજ વુમન્સ ડેવલોપમેન્ટ સેલ વિભાગ, કોલેજના તમામ પ્રોફેસરશ્રીઓ તથા સ્ટાફ, દેવગઢ બારિયા અર્બનના મેડિકલ ઓફિસર ડૉ. હાર્દિક વ્યાસ, PHC ખાતેથી લેબોરેટરી ટેકનીશ્યન, સિકલસેલ કાઉન્સિલર, RKSK કાઉન્સિલર, MPHS, CHO, FHW અને ASHA દ્વારા લગભગ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓની તપાસ કરીને આ કાર્યકમને સફળ બનાવવામાં આવ્યો હતો.
Share

Related posts

ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ડોમેસ્ટિક એરપોર્ટના નામે ગરીબોની જમીન વિહોણા કરવાનો આરોપ લગાવતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

ફતેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે મરેલા પશુઓ નાખી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયાપશુઓ કેવી રીતે એક સાથે મૃત્યુ પામ્યા તે તપાસનો વિષય

gujaratjanekta

ગોપાલ ઈટાલિયાનું પાટીદાર કાર્ડ – પાટીદાર પ્રભૂત્વ ધરાવતી બેઠક પર આપ લડાવી શકે છે ઈટાલિયાને

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial