Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાને હસ્તે 3.85 કરોડના કામોનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

⁰પંકજ પંડિત

ઝાલોદ નગરમાં તારીખ 3-10-2024 થી 05-10-2024 સુધી ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે અલગ અલગ વિસ્તારમાં નગરના વિકાસ શીલ કાર્યો માટેનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરેક કામગીરી 15 મા નાણાપંચ યોજના તેમજ નિર્મળ ગુજરાત યોજના હેઠળ થવાના છે.
ઝાલોદ નગરમાં ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા વિવિધ વિસ્તારમાં સી.સી રોડ , નગરમા આવેલ વિવિધ સર્કલનુ ડેવલોપમેન્ટ, સ્વર્ણિમ પાર્ક- ગાર્ડન, આર.સી.સી રોડ, રામ સાગર ચિલ્ડ્રન પાર્કમા વિવિધ કામોનુ ખાત મુહૂર્ત કરવામાં આવેલ છે. ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા 1 થી 7 વોર્ડ માં કુલ રકમ રૂ.3,85,85,167 રૂપિયાનું ખાત મુહૂર્ત કરેલ છે જેમાં વોર્ડ નં.1 માં – રૂ.2053740/-,વોર્ડ નં.2 માં – રૂ.2167081/-,વોર્ડ નં.3 માં – રૂ.13021304/-,વોર્ડ નં.4 માં – રૂ.6919566/-,વોર્ડ નં.5 માં – રૂ.6348070/-,વોર્ડ નં.6 માં – રૂ.4491695/-,વોર્ડ નં.7 માં – રૂ.3583711/- ની રકમનું ખાત મુહૂર્ત કરવામાં ધારાસભ્ય મહેશ ભૂરીયાની હસ્તે કરવામાં આવેલ છે. ધારાસભ્ય મહેશ ભૂરીયા એ દરેક વિસ્તારોમાં ઉપસ્થિત લોકોને કહ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા ઠોસ અને મજબૂત કામગીરી કરવામાં આવશે અને જો કોન્ટ્રાક્ટર ગુણવત્તા વગરનું કે હલકું કામ કરે તો દરેક સ્થાનિકોએ હલકું કામ કરવા દેવું નહીં અને જરૂર પડે તો ધારાસભ્યનો સીધો સંપર્ક પણ કરી શકો છો. આમ ધારાસભ્ય મહેશ ભૂરીયાના શબ્દોને દરેક વિસ્તારના લોકોએ તાળીઓ થી વધાવી લીધા હતા.

Share

Related posts

ઝાલોદ તાલુકાના આંબા મુકામે ટીબી દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

સંતરામપુરમાં ગટરોની નિયમિત સાફ સફાઈનો અભાવ : ગટરોનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું

gujaratjanekta

GUJARAT માં ગુજરાતીના બદલે બંગાળી, હિન્દી, પંજાબી અને અન્ય ભાષામાં મતદાર યાદીમાં નામ !!?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial