પંકજ પંડિત
ઝાલોદ નગરમાં ચતુર્થ આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધા ડિસેમ્બર મહિનાની 20 તારીખ શનિવારના રોજ રાત્રીના 8 કલાકે બી.એમ.હાઈસ્કૂલના પ્રાંગણમાં યોજાવાની છે તેને લઈ સુંદરકાંડ સ્પર્ધા ની રાહ દેખતાં ભાવિક ભક્તોમા ખુશી જોવા મળી રહેલ છે. આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધા યોજતા પહેલા આ સ્પર્ધાના આયોજકો દ્વારા બીજા ગામ,નગર કે રાજ્ય બહાર યોજાતી સુંદરકાંડ સ્પર્ધાઓમા જઈ ટીમોનું અવલોકન તેમજ આયોજકો સાથે આયોજન અંગે વિસ્તાર પૂર્વક માહિતી મેળવી તેની રૂપરેખા નક્કી કરવામાં આવતી હોય છે. આ રૂપરેખા નક્કી કરવા માટે આયોજકો ને એક એક વર્ષ ઉપરાંતનો સમય લાગતો હોય છે.આ વખતે ડિસેમ્બર 20 ના રોજ યોજાનાર સુંદરકાંડ સ્પર્ધા માટે સાત ટીમોનું કન્ફરમેશન મેળવેલ છે જેમાં (૧) સુંદરકાંડ મંડળ ,અયોધ્યા, (૨)સુંદરકાંડ મંડળ ,વારાણસી (ભદોહી),(૩)સુંદરકાંડ મંડળ ,રાજસમંદ ,(૪) સુંદરકાંડ મંડળ ,ભીલવાડા,(૫) સુંદરકાંડ મંડળ ,સાજાપુર ,(૬)સુંદરકાંડ મંડળ , લીમખેડા ની ટીમો છે અને સ્પર્ધામા નહીં પણ ફક્ત લોકચાહના ને માન આપી વિશેષ પ્રસ્તુતિ માટે (૭)સુંદરકાંડ મંડળ ,અમજેરા ની સંમતિ લેવામાં આવેલ છે.સુંદરકાંડ સ્પર્ધા દરમ્યાન ભક્તિમય સુંદરકાંડ સ્પર્ધા સાથે ધાર્મિક ઝાંખી પણ રજૂ કરવામાં આવતું હોય છે. આ વિશેષ આકર્ષણમા આગ્રાની મશહૂર ઝાંકી જેમાં આ વખતે અયોધ્યા રામ લલ્લાની ઝાંકી તેમજ હવામાં ઉડતા હનુમાનજી તેવીજ રીતે રામદરબાર,રાધા કૃષ્ણ મહારાસ,શ્યામબાબા ની ઝાંકી,ભસ્મ આરતી મહાકાલ અને મહાકાળી રાક્ષસ સંહાર વિગેરે પ્રસ્તુતિ થસે.
આ સમગ્ર રૂપરેખા પ્રમાણે સુંદરકાંડ સ્પર્ધા સફળતા પૂર્વક પૂર્ણ થાય તે માટે સુંદરકાંડ સ્પર્ધાના આયોજકો દ્વારા વણકતળાઈ હનુમાનજી મંદિર ખાતે જઈ તેઓના ચરણોમાં નમન કરી આ સુંદરકાંડ સ્પર્ધા સુંદર અને આયોજન પ્રમાણે પૂર્ણ કરવાની જવાબદારી સ્વયં હનુમાનજી દાદાને અપાઈ હતી. તેમજ આ સ્પર્ધા માટે હનુમાનજી દાદા આયોજકો ને પ્રેરણા પૂરી પાડે તે માટે હનુમાનજી દાદાના ચરણોમાં અરજી કરી હતી અને આયોજકો ને આ સ્પર્ધા પૂર્ણ કરવામાં સદૈવ સાથે રહી તેઓને યોગ્ય દિશા સાથે સચોટ કામગીરી કરવા માટે બળ પૂરું પાડે તેવી યાચના હનુમાનજી દાદા પાસે કરવામાં આવી હતી.

