Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ધાવડીયાની મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

ઝાલોદ ગામની 22 વર્ષીય મહિલાને અચાનક ડીલેવરીનો દુઃખાવો ઉપાડતાની સાથે તેમના પતિ એ 108 ની મદદ માંગી હતી.ઝાલોદ લોકેશનની 108 એમ્બ્યુલન્સને તરતજ કેસ મળતાની સાથેજ 108 ના કર્મચારી EMT ઉર્વશીબેન સોલંકી અને પાયલોટ આર્જુનભાઇ સ્થળ ઉપર જવા માટે રવાના થયા હતા.સ્થળ ઉપર પહોંચી ને પ્રસૂતા માતાને લઈને રવાના થયા હતા.અને રસ્તામાં આવતા અચાનક પ્રસુતિની પીડા વધારે ઉપડતા રસ્તામાં પ્રસુતાની ડીલેવરી કરાવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી.108 એમ્બ્યુલન્સના પેરામેડિક ઉર્વશીબેન સોલંકી બહેને 108 એમ્બ્યુલન્સમાં પ્રસ્રુતા માતાની સુરક્ષિત રસ્તાની સાઈડમાં અમ્બુલાન્સમાં ડીલીવરી કરાવી હતી.અને ફિઝિશિયન ડોક્ટર કૃષ્ણા મેડમને પ્રસૂતાની પરિસ્થિતિ અંગે ની માહિતી આપી 108 ફિઝિશિયન ડૉક્ટર કૃષ્ણ મેડમના માર્ગદર્શનથી EMT ઉર્વશીબેન સોલંકી ડૉક્ટર મેડમના માર્ગદર્શનથી જરૂરી ટ્રિટમેન્ટ આપી માતા અને બાળકને નજીકની SDH ઝાલોદ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.આ રીતે માતા અને બાળકનો જીવ બચાવીને 108 દેવદૂત જેવી ફરજ નિભાવી હતી.

Share

Related posts

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદથી રૂ. ૨૪ હજાર કરોડના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત લોકાર્પણ

gujaratjanekta

ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ આવેલ ડંપીંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા તેના પ્રદૂષિત ધુમાડા થી સ્થાનિકોમા આક્રોશ

gujaratjanekta

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને જનરલ ડૉ. વી.કે.સિંહ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial