Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

રોટરી ક્લબ દ્વારા આયોજિત શારદા મંદિર સ્કુલ ખાતે અડુકિયો દડુકિયો ગરબા મહોત્સવ યોજાશે

આસો સુદ એકમની પ્રથમ નવરાત્રીએ બામરોલી રોડ, ગોધરા ખાતે, શારદા મંદિર સ્કૂલના મેદાનમાં રોટરી ક્લબ ગોધરા આયોજિત અડુકિયો દડુકિઓ ચિલ્ડ્રન સ્પેશિયલ ગરબા મહોત્સવનું ઉદઘાટન પંચમહાલ જિલ્લાના કલેક્ટર મા.શ્રી આશિષ કુમારના વરદ હસ્તે રાત્રે આઠ વાગે માતાજીની આરતી ઉતારીને કરવામાં આવ્યું.બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિના સંસ્કારોનું નવરાત્રી પર્વ નિમિત્તે સિંચન અને સંવર્ધન થાય તે માટે રોટરી ક્લબે કરેલા આયોજનને બિરદાવી ગરબે રમવા આવેલ સૌ બાળકોને ખૂબ પ્રગતિ કરી માતા પિતા અને જિલ્લાનું નામ રોશન કરવાના આશીર્વાદ પાઠવ્યા હતા.
નવરાત્રીની પ્રથમ રાત્રિએ રાજ્ય સભાના ગોધરા સંસદીય ક્ષેત્રના સાંસદ મા. શ્રી ડૉ. જશવંતસિંહ પરમારે રોટરી ક્લબ આયોજિત બાળકોના ગરબા મહોત્સવની ખાસ મુલાકાત લઈ રોટરી ક્લબના હોદ્દેદારો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી રોટે. અનિશ માલિકને અનેક અભિનંદન તથા શુભેચ્છા પાઠવી ગરબે રમવા આવેલ ભૂલકાંઓને આશીર્વાદ પાઠવ્યા હતા. નવ રાત્રિઓ સુધી ચાલનાર રોટરી ક્લબ આયોજિત અડુકિયો દડુકિયો ગરબા મહોત્સવે છેલ્લા બાર વર્ષોથી બાળકો માટેના ખાસ ગરબાના આયોજનની ભવ્ય પરંપરા જાળવી રાખી ગોધરા નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે.

Share

Related posts

લોકસભા ચૂંટણીની તારીખો આજે થઇ શકે છે જાહેર !!

gujaratjanekta

વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંની સાંઢણીની આંખમાંથી ઘી નીકળવાની વાત પાયા-વિહોણી નીકળી – જાણો વધુ

gujaratjanekta

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પત્રકાર એકતા પરિષદની માંગણીઓ સ્વીકારવા જાહેરાત કરી – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial