રાજ્યમાં રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વાંરવાર થતી રહે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ રમત ગમતની રૂપરેખા તૈયાર કરવામાં આવતી હોય છે. સામાજીક ઉત્થાનમાં ખેલાડીઓમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તેમજ તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા સિનિયર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર ખાતે તા.15-9-24 થી 28-9-24 દરમ્યાન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતના 28 જિલ્લાઓએ ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્ટમાં પંચમહાલ જિલ્લા ફૂટબોલ એસોસિએશનએ પણ ભાગ લીધેલ હતો. ગુજરાત રાજ્ય કક્ષાએ યોજાયેલ આ 28 ટીમો વચ્ચે લીગ મેચ રમતા અત્રેની પંચમહાલ જિલ્લા ફૂટબોલ એસોસિએશનની ટીમ સુપર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી સૌ કોઈને આશ્ચર્ય ચકીત કરી દીધા છે.

પ્રાપ્ય માહીતી પ્રમાણે પંચમહાલ ડી.એફ.એ તેની પ્રથમ ફાઇનલ રાઉન્ડની મેચ ગાંધીનગર ડી.એફ.એ સાથે તા.26-9-24 ના રોજ સવારે 8:00 કલાકે રમાવવા જઇ રહી છે. જ્યારે બીજી મેચ જૂનાગઢ ડી.એફ.એ સાથે તા.27-9-24 ના રોજ સવારે 8:00 કલાકે રમાશે.
જે બદલ પંચમહાલ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખશ્રી એમ. એ અબ્બાસી, મંત્રીશ્રી નઈમ શૈખ થતા જિલ્લા સ્પોર્ટ્સ વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયા એ ટીમ ના કોચ અને પ્લેયરોને અભિનંદન પાઠવેલ છે.

