Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કચ્છ માંડવી બીચ ખાતે ‘સ્વભાવ સ્વરછતા સંસ્કાર સ્વરછતા’ અંતર્ગત સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો

અંકુર ભટ્ટ -કચ્છ

ગુજરાત રાજ્ય વનવિભાગ દ્વારા કોસ્ટલ ક્લિન અપ-ડે 2024 અંતર્ગત ભારતના 19 બીચ જેમાં ગુજરાતના બે બીચની પંસદગી કરાઈ હતી કરછના માંડવી બીચ અને ભાવનગરના હાથલ બીચના કિનારા પર વનવિભાગ દ્વારા સફાઈ અભિયાન છેડાયું હતું.

આંતરરાષ્ટ્રીય ક્લિન અપ-ડે 2024 ના ભાગરૂપે માંડવી બીચ પર સ્વરછતા અભિયાન આ વિસ્તારના ઘારાસભ્ય અનિરુઘ્ઘ દવેનાં અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું આ ઈવેન્ટનું નિર્દેશન ગુજરાત રાજ્ય મુખ્ય વન સંરક્ષક ડો.કે.રમેશ તથા જુનાગઢ M.O.E.S સચીવ રાજેન્દ્ર બોરાનાં સહયોગથી હાથ ઘરવામાં આવ્યું હતું.

આ ક્લિન અપ ડ્રાઈવમાં માંડવીની મરીન સાઈન્સ કોલેજ,રામકૃષ્ણ હાઈસ્કૂલ,ત્રણ ટુકર સ્કૂલનાં 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લિઘો હતો જેમાં વઘું કચરો એકઠો કરનાર ટીમને વનવિભાગ દ્વારા ગીફ્ટ,મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયાં હતાં આ અભિયાનમાં આસ-પાસના દરિયાકાંઠાના ગામલોકો પણ જોડાયાં હતાં અને કુલ્લ એક હજાર કિલોગ્રામ જેટલો કચરો એકત્રીત કરાયો હતો.


આ સામુહિક અભિયાનમાં આર.એફ.ઓ મેહુલ પ્રજાપતિ, વનપાલ સંદીપ ગુસાઈ, શૈલેષ પટેલ , જીગ્નેશ ડાંગર, રામ ગઢવી, સંદીપ રાઠોડ યુવરાજસિંહ જાડેજા નરેન્દ્ર વેલાણી અજય ચૌહાણ સંજય છલિયા શિવરાજ મધુડા સોનલબેન ચારણ પુરબાઈ બેન ગઢવી પારૂલ બેન સોલંકી તેમજ હર્ષદ સેવક સહિતના વનકર્મીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યોં હતો.

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ : આપ ના મુખ્ય ચહેરાઓની કારમી હાર થઇ

Admin

એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશન દ્રારા અગ્નિવીર સૈનિક નુ સન્માન કરવામા આવ્યુ

gujaratjanekta

SSA (સમગ્ર શિક્ષા અભિયાન) માં કામ કરતા કરાર આધારિત વોકેશનલ ટ્રેનર સાથે અન્યાય ?!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial