Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા વડાપ્રધાનના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અંતર્ગત પ્રોગ્રામ યોજવામાં આવ્યો

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકા દ્વારા મુવાડા વિશ્વકર્મા મંદિર પાછળ આવેલ નગરપાલિકાના સીવીલ સિટી સેન્ટર ખાતે મેદસ્વિતા શિબિર યોજવામાં આવેલ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫ માં જન્મદિવસ નિમિતે “ સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બર-૨૦૨૫ થી ૧૬-ઓકટોબર-૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દુર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ 100 લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અંતર્ગત ઝાલોદ સીવીલ સીટી સેન્ટર ખાતે આ કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહાર થકી મેદસ્વિતા કઇ રીતે દુર કરવા તેમજ તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરેનુ કેવી રીતે પાલન કરવું તેની જાણકારી આપી હતી. આ કેમ્પમા નગરપાલિકાના સ્ટાફ મેમ્બરોએ લાભ લીધો હતો.

Share

Related posts

કચ્છ જીલ્લાના સાંસદ સામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ : સર્ચ અભિયાનની માંગ સાથે ED ને પત્ર !!

gujaratjanekta

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારમારીયા યોજાયેલ આરોગ્ય કેમ્પમાં ૧૭૮ લાભાર્થીઓએ વિવિધ સેવાનો લીધો લાભ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમા અનોખો રેકોર્ડ વડોદરા ઝોનમાં પાંચમો નંબર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial