Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ૧૫ માં નાણા પંચ માંથી ૧૯.૫૦ લાખના પીવાના પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ:- જિલ્લા પંચાયત દાહોદ ખાતે ૧૫માં નાણાપંચ અંતર્ગત જિલ્લા કક્ષાની ૧૦% ગ્રાન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ માંથી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અને જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સહિત જિલ્લા પંચાયત ના સભ્યો દ્વારા વિવિધ સાધનનું સહાયનું દેવગઢબારિયા ખાતેથી વિતરણ કરવામાં આવ્યું દેવગઢ બારિયા તાલુકાના કુલ ૧૩ જેટલા ગામોમાં પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું.
ઉલેખનીય છે કે ૧૫ મુ નાણાપંચ ૧૦% જિલ્લા કક્ષા ગ્રાન્ટ વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં ૧૩૫ પાણીના ટેન્કરોના કુલ ૧૬૮.૭૫ લાખના કામ મંજૂર થયા છે. જેના ભાગરૂપે આજે દેવગઢ બારિયા તાલુકાના ૧૩ જેટલા ગામોમાં પાણીના ટેન્કરોનું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર એ લીલી ઝંડી આપી વાહનોનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન ,સહિત જિલ્લા પંચાયતના સભ્ય ઓ ,તાલુકા પંચાયતના સભ્ય ઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Share

Related posts

લો બોલો… એક ભુવો પુરાયો ત્યાં બાજુમાં બીજો ભુવો પડ્યો – જાણો વધુ

gujaratjanekta

જિલ્લામાં ”હેલો ડૉકટર બેન” મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકાયો

gujaratjanekta

રણજીતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) દ્વારા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial