Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં વિવિધ વિકાસના કામોની સમીક્ષા બેઠક યોજાઇ

આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધમંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોરશિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોર અને મહાનુભાવોના હસ્તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોના પાંચ ઉમેદવારોને ભલામણ પત્રો એનાયત કરાયા

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરાઇ છે. મંત્રીશ્રીએ જિલ્લાના તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી એ જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે મંત્રીશ્રીને વિસ્તારે માહીતી આપી હતી.
બેઠકમાં મંત્રી શ્રી ડો કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું કે, દાહોદ જિલ્લાને વિકાસની નવી ઊંચાઇએ લઇ જવા માટે સર્વે લોકપ્રતિનિધિ અને અધિકારીઓએ એક ટીમ બનાવીને કામગીરી કરવી જોઇએ. જિલ્લાના તમામ વિસ્તારોનો સર્વાગી વિકાસ થાય, જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ માટેના કામો ઝડપભેર અને ગુણવત્તાયુક્ત થાય એ માટે સૌના સહિયારા અને સઘન પ્રયાસોની જરૂર છે. આદિવાસી વિસ્તારોનો ઝડપી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધ છે આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કોઇ બજેટકાપ મૂકવામાં આવ્યો નથી.વધુમાં શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોર અને મહાનુભાવોના હસ્તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોના પાંચ ઉમેદવારોને ભલામણ પત્રો એનાયત કરાયા

બેઠકમાં જિલ્લામાં જનહિતને લગતા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામોની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઇ હતી.
બેઠકમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી અને જનહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોકપ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવા સૂચના આપી હતી. સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે કેન્દ્ર અને રાજ્ય સરકારની આદિજાતિ વિસ્તારમાં વિકાસના કામો ઝડપથી થાય એ માટે સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે એ જિલ્લાના વિકાસ કાર્યો બાબતે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

આબેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય સર્વ શ્રી કનૈયાલાલ કિશોરી ,શ્રી રમેશભાઇ કટારા,શ્રી મહેશભાઈ ભુરીયા,શ્રી શૈલેષભાઇ ભાભોર, શ્રી મહેન્દ્રભાઇ ભાભોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ.રાવલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ, તમામ પ્રાંત અધિકારી શ્રીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share

Related posts

આયુષ્માન આરોગ્ય મંદીર ધાવડીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

gujaratjanekta

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?

Admin

આઈ. પી.મીશન સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા બસ સ્ટેશનમા વોલ પેઇન્ટિંગ કરી સ્વચ્છતા અંગે સંદેશો પાઠવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial