Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફુલપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

પંકજ પંડિત

ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રજા હોવાથી એક દિન પૂર્વે શાળાના પ્રાંગણમાં “વિશ્વ આદિવાસી દિવસની” ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજના એક એવા નાયક કે જેમનું નામ લોકો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. જેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું છે તેવા ક્રાંતિકારી ‘બિરસા મુંડા’નો
ઇતિહાસ અને તેમના બલિદાનની માહિતી શાળાના શિક્ષકો દ્વારા અપાઈ તથા આ દિવસની ઉજવણીનું મહત્વ સમજાવ્યું. જેથી શાળાના વિદ્યાર્થીઓ પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા. અંતે આદિવાસી ઢોલના તાલે નૃત્ય અને ગીત સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ દશરથભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ભીતોડી ગામે અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

રીલ્સની રાણી અંકિતા પરમારને BJP એ સોંપી વડોદરા તાલુકા પ્રમુખની જવાબદારી : જાણો વધુ

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન : વિધાનસભાની ચૂંટણી પૂર્વે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial