Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લુણાવાડામાં સાંઈ બંગલોઝ બહાર 20 દુકાનો ગેરકાયદેસર : જિલ્લા કલેકટરે તોડવાનો હુકમ કરતા નગરપાલિકાએ દુકાનો ખાલી કરવા આપી નોટીસ !! – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

નવરચિત મહીસાગર જિલ્લો નવિન બન્યા બાદ જમીનોના ભાવ ઊંચકાઈ રહયા છે ભાવ આસમાને પહોંચતા ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનો હડફ કરવાનો કારસો મીલીભગત કરી ને બે રોક ટોક દબાણો થઈ રહયો છે. તેમાં પણ જિલ્લાનું વડું મથક લુણાવાડા બનતા નગમાં સરકારી ગૌચર સહિતની જમીનોમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ થયું છે તેમજ નિયમ વિરુદ્ધ પણ ખૂબ મોટા પાયે બાંધકામ થયા છે ત્યારે લુણાવાડાની એસ.કે સ્કૂલ પાછળ ચરેલ રોડ ઉપર સાઈ બંગલોઝના બિલ્ડર દ્વારા રેવન્યુ સર્વે નંબર 1253 વાળી માલિકીની જમીનમાં 70 મકાનો બનાવેલ તેમજ સોસાયટીની બહાર દુકાનો બનાવેલ જેને લઈ સુનિલ ભોઈ દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ સાંઈ બંગલોઝના પ્લોટ નંબર 64 થી 70 અને અને સોસાયટીની ઉત્તર બાજુએ બહાર રોડ સાઈડ 20 દુકાનો ગેરકાયદેસર બનાવતા જિલ્લા કલેકટરે બાંધકામ દૂર કરવા માટે લુણાવાડા નગરપાલિકાને હુકમ કર્યો હતો. જેને લઈ ભુમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. તેમજ તેમજ દુકાનો ખરીદનાર લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. ત્યારે હાલ લુણાવાડા નગરપાલિકા દ્વારા આ 20 દુકાનદારો પૈકી જે દુકાનદારોએ આકરણી બનાવી તે તમામ માલિકોને નોટિસ આપી બે દિવસમાં માલ સામાન ખાલી કરવા માટે નોટિસ અપવામાં આવી !! 

નગરપાલિકા એ આકરણી બનવાદર દુકાનદારોને નોટિસ આપ્યા તેઓના નામ

જયપ્રકાશ પરસોત્તમભાઈ પટેલ વિગેરે, પટેલ અરૂણાબેન હરિશભાઈ, પટેલ જીજ્ઞાશાબેન જીતેન્દ્રકુમાર, પટેલ કલ્પનાબેન વાડીલાલ, ખાંટ ગણેશભાઈ ખાતુભાઈ વિગેરે, પટેલ અરવિંદભાઈ પરસોત્તમભાઈ, પટેલ કલ્પેશકુમાર અરવિંદભાઈ વિગેરે, ખાંટ મનિષાબેન ગણેશભાઈ વિગેરે, પટેલ રીપલબેન હરેશભાઈ, પગી પ્રતાપભાઈ મનસુખભાઈ, રાણા રેણુકાબેન નગીનદાસ વિગેરે, ઠે.સાંઈ બંગ્લોઝ સોસાયટી, લુણાવાડા, જિ.મહીસાગર

Share

Related posts

ભલાણિયા ગામમાં MGVCL ના મીટર કનેક્શન વગર ખેતરના માલિકે ભૂંડના ત્રાસથી બચવા તારની વાડમાં કરંટ આપતા દાદા અને ભત્રીજાનું મોત !! : જાણો વધુ

gujaratjanekta

આજથી અમદાવાદમાં એસપી રીંગ રોડ પર એએમટીએસનો પ્રારંભ, શહેરમાં મેટ્રો આવતા એમટીએસનો રુટ વધારાયો

gujaratjanekta

ઝાલોદ સિમલીયા તલ મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડાઓનુ ઝડપી બાંધકામ કરવા ગ્રામજનોની માંગ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial