Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ નગરપાલિકાના કામદારોની તેમની માંગણીઓને લઈને ચાલી રહેલી હડતાલનો સુખદ અંત

દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો ની તેમની માંગણીઓને લઈને છેલ્લા ઘણા સામેથી ચાલી રહેલી હડતાલનો આજે સુખદ અંત આવ્યો.છેલ્લા ઘણા સમયથી દાહોદ નગરપાલિકાના સફાઈ કામદારો તેમની હકની માંગણીઓને લઈને નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન અને હડતાલમાં જોડાયા હતા જેમાં આજે સવારથી અખિલ ભારતીય મજદૂર સંઘ અને વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠનના અધ્યક્ષ કાર્યકર્તાઓ અને નગરપાલિકા અધ્યક્ષ, નગરપાલિકા ઉપપ્રમુખ નગરપાલિકાના હોદ્દેદારો વચ્ચે બપોરથી બેઠકોનો દોર ચાલી રહ્યો હતો જેમાં નગરપાલિકા અધ્યક્ષ દ્વારા એમની ૬ જેટલી માંગો નું સંતોષકારક રીતે સ્વીકાર કરવામાં આવી છે અને તેમને આશ્વસન આપવામાં આવ્યું છે કે બાકીની માંગણીઓ પર વિચાર વિમર્શ કરીને સંતોષકારક રીતે બધાના સાથ સહકાર થી સ્વીકારવામાં આવશે લાંબા સમયથી પોતાના હકની માંગણીઓ ને સ્વીકારી લેતા સફાઈ કામદારો માં ખુશીની લહેર વ્યાપી હતી, અખિલ ભારતીય મજદુર સંઘ અને વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠનના કાર્યકર્તાઓ તથા દાહોદના મજદૂર કામદાર ભાઈઓએ દાહોદ નગરપાલિકા અધ્યક્ષ, ઉપપ્રમુખ અને હોદ્દેદારોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરી, આમ લાંબા સમયથી ચાલી રહી સફાઈ કામદારોની હડતાલનો સુખદ અંત આવ્યો

Share

Related posts

ઓબ્ઝવર્સઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે નોડલ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ

gujaratjanekta

સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2024 અંતર્ગત વાર્તાલાપ

gujaratjanekta

મહિસાગરમાં શાહે કહ્યું, કોંગ્રેસીયાઓએ આસ્થા કેન્દ્રોને અપમાનિત કરવાનું કામ કર્યું ભાજપે તેનો પૂર્ણોદ્ધાર કરવાનું કામ કર્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial