Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

18 – પંચમહાલ લોકસભા ચુંટણી પ્રચાર પ્રસાર : રાજપાલસિંહ જાદવને ઠેર ઠેર આવકાર

પંચમહાલ જીલ્લામાં ૧૮ લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિહ જાદવ ની ચુંટણી પ્રચાર પ્રસાર સભા અને બાઈક રેલી ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ, ધારાસભ્ય અને પંચમહાલ દુધ ડેરીના ચેરમેન અને પંચમહાલ જિલ્લા સહકારી બેંક નાં ચેરમેન જેઠાભાઈ ભરવાડ ની ઊપસ્થિતી માં કાકણપુર અને નદીસર ખાતે યોજાઈ હતી. આ સભામાં પક્ષના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, આગેવાનો, ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાં ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌને આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ને જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ ડો.જસવંતસિહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ઉપાદયક્ષ જીજ્ઞેશ પાઠક અને સંગઠનના હોદ્દેદારો એ ઉપસ્થિત રહી ને આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર ને જંગી બહુમતી થી જીતાડવા માટે અનુરોધ કર્યો હતો !!

Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા વૃક્ષારોપણ.

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર અંતર્ગત દાહોદમાં સભા યોજાઈ.

Admin

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ દાહોદ કમલમ ની મુલાકાતે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial