પંકજ પંડિત
ગુજરાતમાં ભ્રષ્ટાચારે માંજા મુકી છે સરકારી કચેરીમાં કેટલાંક કર્મચારી પોતે જ રાજા અને પોતે જ વજીર બની બેઠા છે. ઝાલોદ તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં ફરજ બજાવતો કર્મચારી લાંચ લેતા પકડાઈ જતા અફડા તફડી મચી જવા પામી હતી. એક જાગૃત નાગરિક દ્વારા સરકારશ્રીની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગારી યોજનામા જમીન સમતલ કરવાનુ કામ કરવા માટે યોજાના અંતર્ગત જરૂરી કાગળો કરી તેના વર્ક કોડ પડાવી ફાઇલો મંજુરી માટે મોકલવા સારૂ મનરેગા શાખાના આસીસ્ટન્ટ વર્ક મેનેજર બળવંતસિંહ પુથ્વીસિંહ લબાના ઉ.વ.૫૪ ધંધો-નોકરી આસીસ્ટન્ટ વર્ક મેનેજર મનરેગા શાખા તાલુકા પંચાયત કચેરી ઝાલોદ જી- દાહોદ, (૧૧ માસ કરાર આધારીત) મુળ રહે.પેથાપુર ના વ્યક્તિએ ફાઇલો મંજુરી માટે મોકલવા સારૂ એક ફાઇલ દિઠ રૂ.૫૦૦૦/-ની માંગણી કરી હતી. જાગૃત નાગરિક દ્વારા ઓછા વતી કરવા જણાવતા આક્ષેપિતે રૂ.૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોઇ, ફરિયાદીએ એમ.એમ.તેજોત,પો.ઈન્સ.
મહીસાગર એ.સી.બી. લુણાવાડા પો.સ્ટે. ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ અન્વયે આજરોજ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂ.૨૦,૦૦૦/-માંથી રૂ.૧૭,૦૦૦/-સ્વીકારી રાતોરાત કરોડપતિ બનવાના સ્વપન જોઈ રહેલ આ કર્મચારી પકડાઇ જતા ઝાલોદ તાલુકામાં અન્ય શાખામાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

