Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

હદ થઈ ! સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર !! – જાણો વધુ

કચ્છની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાંજના સુમારો પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામી હતી. બે દિવસ પહેલા જ નીતા ચૌધરીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. ફરાર નીતા ચૌધરીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

કચ્છનાં ભચાઉ નજીક થોડા સમય પહેલા પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. નીતા ચૌધરીએ ભચાઉ સ્ટેશન કોર્ટે નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો હતો. હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે.

નીતા ચૌધરીનો વિવાદ શું છે?

ભચાઉ ક્રાઈમ બ્રાંચની ટીમ પર બુટલેગર યુવરાજસિંહે કાર ચઢાવી હતી. તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુમલો અને પીએસઆઈની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાં વખતે નીતા ચૌધરી બુટલેગર સાથે હતી. આ કેસમાં સીઆઈડી બ્રાંચમાં ફરજ બજાવતી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. બુટલેગર યુવરાજસિંહ સામે દારૂની હેરાફેરી સહિતનાં 16 થી વધુ ગુના નોંધાયા છે. યુવરાજસિંહ અને નીતા ચૌધરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ભચાઉ પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે રિમાન્ડ નકારીને નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. ધરપકડથી બચવા અને જેલમાં જવાનાં ડરે નીતા ચૌધરી ફરાર થઈ ગઈ હતી.

Share

Related posts

ચીનમાં લોકડાઉનમાં ઢીલ બાદ કોરોનાથી હાહાકાર, અમેરિકાએ વ્યક્ત કરી આ આશંકા

Admin

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?

gujaratjanekta

ફતેપુરા અને સંજેલી તાલુકા નો રક્તદાન કેમ્પ સુખસર ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial