Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા અગ્નિશામક યંત્રના ઉપયોગ અંગેની માહિતી અપાઈ

દાહોદ : દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન ત્યાં નવીન કેન્દ્રના બાંધકામ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ દરમ્યાન આંગણવાડી કાર્યકર અને તેડાગરને સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા જરૂર પડ્યે અગ્નિશામક યંત્રનો ઉપયોગ કઈ રીતે કરવો એ પ્રેક્ટીકલ થકી શીખવવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રમાં અનેક નાનકડા ભૂલકાઓ આવતા હોય છે જેની જવાબદારી આંગણવાડી તેડાગર તેમજ કાર્યકર બહેનોની હોય છે. જેથી કેન્દ્રમાં રસોડામાં આગ લાગવાના બનાવ બનવાની સંભાવનાઓ રહેલી છે તદુપરાંત શોર્ટ સર્કિટથી પણ આગના બનાવ બનવાની સંભાવનાઓ હોય છે. જેથી આગોતરી તૈયારીના ભાગરૂપે તેમજ કોઇપણ અણબનાવ ન બને તે હેતુથી કાર્યકર અને તેડાગર બહેનોને અગ્નિ શામક યંત્રનો ઉપયોગ કરતા આવડે એ મહત્વનું હોવાથી એ અંગેની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી.

Share

Related posts

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

gujaratjanekta

ઝાલોદ ગોયલ પરિવાર દ્વારા એકાદશી ઉદ્યાપન અને તુલસી વિવાહનો ત્રિદિવસીય ધાર્મિક પ્રોગ્રામ યોજાયો

gujaratjanekta

કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલની ઉપસ્થિતીમાં ગોધરા ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫ ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial