Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શિવરાત્રી નિમિત્તે દાહોદ ના દરેક શિવાલય હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠ્યા ભાવિક ભક્તો નું મંદિર ખાતે ઘોડા પૂર ઉમટી પડ્યું ને મંદિરો માં ભગવાન ની પ્રસાદ લઈ ભક્તો પાવન થયા.

સોલંકી કિશોરસિંહ,

શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સેવા સમિતિ, દાહોદ દ્વારા “શિવજી કી સવારી” ના ત્રીજા વર્ષના ભવ્ય આયોજન કરવામાં આવ્યુંભગવાન શિવજીની દિવ્ય કૃપાથી અને ભક્તોની અપાર શ્રદ્ધાથી આ વર્ષે પણ “શિવજી કી સવારી” નું ત્રીજા વર્ષનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.આ પાવન પ્રસંગે, તમામ ભક્તજનો, શ્રદ્ધાળુઓ અને શિવપ્રેમીઓ ને અમારી સમિતિ હાર્દિક આમંત્રણ પાઠવે છે. આપ સૌ સ્નેહીજનો, પરિવારજનો અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી, ભગવાન શિવજીની ભવ્ય સવારીનું દર્શન કરી અને આ પાવન ક્ષણોનો લાભ લેવા વિનંતી છે.શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, દાહોદ તારીખ: 26 ફેબ્રુઆરી, 2025,સમય: બપોરે 1:00 વાગ્યા થી સાંજે 7:00 વાગ્યા થી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ઉપર મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. શિવજીની વિશાળ શોભાયાત્રા, ભવ્ય શણગાર, મહાઆરતી અને પ્રસાદ નું વિતરણ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.વિશેષ આકર્ષણો,ભગવાન શ્રીઆદિ યોગી ની ભવ્ય ઝાંખી,કવાટ ના કલાકારો દ્વારા લોક નૃત્યની પ્રસ્તુતિ,પ્રયાગરાજ મહાકુંભ ની અદભુત ઝાંખી, જેમાં પ્રયાગરાજ થી લાવેલ પવિત્ર જળનું ભક્તો ઉપર છટકાવ,ઉજ્જૈન થી વિશેષ લોક નૃત્ય કરનાર કલાકારો ની ટોળી શિવ પાર્વતી,કષ્ટભંજન હનુમાનજીની ઝાંખી,ફાયર મહાદેવ,નાસિક ઢોલ કોટા ની ટુકડી,બ્રહ્માકુમારી ભક્તો દ્વારા કીર્તન,ઇસ્કોન ટેમ્પલ દ્વારા ભજન કીર્તન,મહાદેવજીનું મુખ્ય રથ.

Share

Related posts

કરાટે સ્પર્ધામાં પાટણના બાળકોએ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાંચ મેડલ મેળવ્યા

Admin

ઝાલોદ પોલિસે સિંઘમની જેમ 27,78,628 નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો ટ્રક ચાલક દૂરથી પોલિસને જોઈ ટ્રક મુકીને નાસી છુટયો

gujaratjanekta

શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાની ઇતિહાસ વિભાગની વિદ્યાર્થીની શિવાની ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial