Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલીસે 29,136 ના વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરી એક ફરાર

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ પોલીસના પી.એસ.આઈ એમ.એમ.માળી આવનાર લોકસભાની ચૂંટણીને લઈ લગાતાર પેટ્રોલીંગ કરી અસામાજિક તત્ત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમોને પકડી પાડવા પ્રયત્નશીલ છે તે અન્વયે ઝાલોદ પી.એસ.આઇ એમ.એમ.માળી પોતાના પોલીસ સ્ટાફ સાથે ગરાડુ ગામે પાંચમહુડા ચેક પોસ્ટ પર ચેકીંગમા હતા તે દરમ્યાન તેમને બાતમી મળેલ હતી કે બજાજ ડીસ્કવર મોટરસાયકલ લઈને બે ઈસમો વિમલના થેલામાં વિદેશી દારૂ ભરી રાજસ્થાન બાજુથી આવનાર છે ત્યારે બાતમી વાળી ગાડી આવતા તેને દૂરથી રોકવાનો ઈસારો કરવામાં આવતા ગાડી પર સવાર બંને ઈસમો ગાડી વળાવી ભાગી જવાની કોશિશ કરતા પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા ગાડીનો ચાલક અનિલ પ્રદીપ મુનિયા ( ગરાડુ ) ને તેની મોટરસાયકલ GJ-20-Q-0985 સાથે ઝડપી પાડેલ હતો અને તેના સાથે બેસેલ અન્ય પાછળ બેસેલ ઈસમ ફરાર થઈ ગયેલ હતો. આ ઈસમ પાસેથી પોલીસને દારૂની કુલ 240 બોટલો જેની અંદાજિત કિંમત 29136 અને બાઈકની કિંમત 25000 થઈ કુલ 54136 ના મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

ગાંધીનગર – આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ – આ મુદ્દાઓ પર મંત્રીઓ, અધિકારીઓ સાથે ચર્ચા

Admin

આજરોજ વડોદરા ખાતે શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજી સેન્ટરનો ડભોઇ ધારાસભ્યશ્રી શૈલેષભાઇ સોટ્ટા, ગુજરાત બ્રહ્મ સમાજના ઉપાધ્યક્ષશ્રી શૈલેશભાઈ ઠાકર અને વડોદરાના પૂર્વ મેયરશ્રી ડૉ. ભરતભાઈ ડાંગરના હસ્તે ભવ્યાતી ભવ્ય શુભારંભ – જાણો વધુ

gujaratjanekta

૧૧વર્ષ સેવા સુસાસન અને ગરીબ કલ્યાણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial