Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના મુખ્ય માર્ગો પર ખાડા, મોટી ગટરો પર ઢાંકણ વગરની , ભૂગર્ભ ગટરો પર ઢાંકણના રોડ સાથે કોઈ બેલેન્સ નહીં નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં

પંકજ પંડિત- ઝાલોદ.

ઝાલોદ નગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ જતા નવા બનાવેલ રોડ જેના કાંકરા બહાર આવે છે તેમજ બસ સ્ટેશન માથી દાહોદ જતા રસ્તા કે બસ સ્ટેશન થી બાંસવાડા જતા રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે પણ નગરપાલિકા તંત્ર તેમજ ચીફ ઓફિસર આ માર્ગ પર નીકળતા ન હોય તેવું લાગે છે. તંત્ર રસ્તો બનાવ્યા પછી તેની સંભાળ રાખવાનું ભૂલી જાય છે તેવું લાગી રહેલ છે. લાંબા સમયથી કોઈ ઠોસ કામગીરી આ રોડ પર રોડ રીપેરીંગને લઈ થઈ રહેલ નથી નગરના લોકો તંત્ર પાસે ઠોસ કામગીરી કરે તેવી આશા રાખે છે. બસસટેશન પર દાહોદ જતા માર્ગ પર અંદાજીત બે વર્ષ પહેલા તંત્ર દ્વારા નગરને નવા રોડની ભેટ આપવામાં આવી હતી તે રોડ પર મહિનામાં જ ટૂટી ગયેલ હતો જેને પાછો વારંવાર બનાવવા માંગ કરાઈ હતી પરંતુ જવાબદાર તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને રોડ ટૂટી ગયેલ અવસ્થામાં આવી જતાં નગરના લોકો અંદરોઅંદર એવી ચર્ચા કરતા થયેલ છે કે કદાચ જવાબદાર તંત્ર કોન્ટ્રેક્ટર સાથે મીલીભગત કરી ખાયકી કરી રોડના રૂપિયા ચાઉ કરી દીધેલ છે.નગરના બસ સ્ટેશન વિસ્તારમાં મોટી ગટર લાઈન બનાવ્યાને પણ છ મહિનાથી વધુ સમય વીતી ગયો છે અને આ ગટર સાફસફાઇ માટે જગ્યા છોડેલ છે પરંતુ આ જગ્યા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ ચાલતા ફરતા તેના પરથી પસાર થાય તો અંદર પડી શકે છે. પરંતુ બે જવાબદાર તંત્ર આ અંગે બે ધ્યાન હોય તેવું લાગી રહેલ છે અથવા કોઈ અણબનાવ બને તેની રાહ દેખી રહેલ છે. જવાબદાર તંત્ર આ ગટર પર ઢાંકણ બેસાડતી નથી, નગરના લોકો તંત્ર પાસે તાત્કાલિક આ ગટર ઉપર ઢાંકણ નાખે તેવી માંગ કરી રહેલ છે.નગરપાલિકા તંત્ર દ્વારા નગરની અંદર જન સુખાકારી તેમજ અવરજવર કરનાર લોકો માટે સુંદર રોડ બનાવવામાં આવેલ છે પરંતુ આ રોડ બનાવતી વખતે તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર સાથે બેલેન્સ રાખવામાં આવેલ નથી. કેટલીક જગ્યાએ રોડ લેવલ કરતા ભૂગર્ભ ગટર નીચે ઉતરી ગઈ છે તો કેટલીક જગ્યાએ રોડ લેવલ કરતા ઉપર જોવા મળે છે આવા અન બેલેન્સ રોડને લઈ કેટલીક વાર વાહન સાથે આવતા જતા રાહગીરો પડી પણ ગયેલ હોવાનું જાણવા મળેલ છે આવા અન બેલેન્સ રોડને તંત્ર તાત્કાલિક રોડ લેવલ સાથે કરી આપે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

Share

Related posts

નવરચના શાળા ગોધરામાં બાલ સંસદ કમિટી કાર્યક્ર્મ સફળતાપૂર્વક સંપન્ન 

gujaratjanekta

રાજકોટ મોરબી વચ્ચે રમાંથી ક્રિકેટ ટુર્નામેન્ટમાં માથાકૂટ: એક બીજા પર બેટ વડે કર્યો હુમલો

Admin

કચ્છ જીલ્લાના સાંસદ સામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ : સર્ચ અભિયાનની માંગ સાથે ED ને પત્ર !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial