Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા કોમર્સ કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયું

તા. 9 એપ્રિલ એટલે “ઇન્ટરનેશનલ સેફ નેબરહુડ એન્ડ મધર હુડ ડે”.. આ દિવાસની ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજના એનએસએસ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરાના સચિવ શ્રી- વિદ્વાન ન્યાયાધીશ શ્રી ડી સી જાની સાહેબનું ઉપરોક્ત વિષય ઉપરાંત વિવિધ કાયદાઓ ખાસ કરીને ‘પોક્સો’ વિશે સરળ શબ્દોમાં રસપ્રદ માહિતી ઉપસ્થિત 100 જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. શ્રી જાની સાહેબે વધુમાં જણાવ્યું હતું કે” કાયદાનો ઢાલ તરીકે ઉપયોગ કરવો જોઈએ, હથિયાર તરીકે નહીં” આ ઉપરાંત તેમણે સ્ત્રીઓની ધરપકડ સન્માનભેર તેમની માન મર્યાદા જળવાઈ રહે તે રીતે કરી શકાય તેની માહિતી પણ આપી હતી. ધરપકડ સૂર્યાસ્ત થી સૂર્યોદયની વચ્ચે થઈ શકે નહીં એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે થવી જોઈએ એવી માહિતી પણ તેમને આપી હતી. આ ઉપરાંત આ પ્રસંગે પધારેલા સિનિયર એડવોકેટ શ્રી જે આર કોન્ટ્રાક્ટર સાહેબ દ્વારા પણ કામના સ્થળે થતી જાતીય સતામણી અને જાતીય શોષણ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને વિવિધ કાયદાની માહિતી આપતા પેમ્ફલેટનું પણ વિતરણ કરાયું હતું

પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ અને એન.એસ.એસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. અરુણસિંહ સોલંકી દ્વારા જજ સાહેબનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને કાયદાનું જ્ઞાન વિદ્યાર્થીઓને પીરસવા પધારવા બદલ જાની સાહેબ, એડવોકેટ શ્રી કોન્ટ્રાક્ટર સાહેબ તથા સહાયકશ્રી રવિભાઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ લીડર કુ. નિશિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભાર વિધિ કોલેજના પ્રો. ડો. સ્નેહાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

વડોદરા શહેરમાં જન્માષ્ટમી દિન નિમિત્તે પ્રતિબંધિત રસ્તા અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ

gujaratjanekta

ગાંધીનગર ટાઉનહોલખાતે ઉત્કર્ષ ચેરીટ્રેબલ ટેસ્ટ દ્વાર બ્રાહ્મણ ના દીકરા દીકરી ઓને જર્મન અભ્યાસ ઉચ્ચ અભ્યાસ તથા જોબમા

gujaratjanekta

ફતેપુરા વકીલ મંડળ બાર એસોસિએશન ચૂંટણી યોજાઈ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial