Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ગોધરા માં આવેલ પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના T.Y B.A/T.Y B.SCના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના વિદાય સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ગોધરાના ટ્રસ્ટી શ્રી ડો.જે.બી.પટેલ અતિથિ વિશેષ તરીકે માજી સરપંચ જગદીશચંદ્ર બારીઆ તથા તમામ કોલેજ પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા. આ ઉપરાંત કોલેજમાં પ્રથમ , દ્વિતીય અને તૃતીય આવેલ વિદ્યાર્થિઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તથા N.S.S ક્ષેત્રે સારું સેવાકીય કાર્ય માટે અને સ્પોર્ટ્સ ટેકવાંડો યુનિવર્સિટી લેવલે બેસ્ટ પરફોર્મ્સ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિદાય સમારંભ કાર્યક્રમમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થીઓએ કોલેજના ત્રણ વર્ષ દરમિયાન થયેલા પોતાના અનુભવો રજુ કર્યા હતા. કાર્યક્રમને અંતે દરેક વિદ્યાર્થીઓને સ્વરુચિ ભોજન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક વિભાગના કો- ઓર્ડિનેટર પ્રો.પ્રતીક શ્રીમાળી તથા પ્રો. ભૂમિબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત કોલેજ સ્ટાફ પ્રો. વેદાંત વાળા, પ્રો. દર્શન પંચાલ,ડો. લીપાબેન શાહ, ડો. વિજય નીનામા પ્રો. જસ્મિન બારીઆ, ડો.ભાવિની પંડ્યા , પ્રો.હરદેવસિંહ ગોહિલ તથા નોન ટીચિંગ સ્ટાફ જીગ્નેશભાઈ બારીઆ , શર્મિષ્ઠાબેન બારીઆ, રાજેશભાઈ પટેલ એ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમની અંતે વિદ્યાર્થીઓએ ભોજન લઈ ડી.જે ના તાલે ગરબા રમી આનંદની અનુભૂતિ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વિનોદભાઈ પટેલીઆ એ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવે તેવા અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિશાળ શાંતિ પદયાત્રા યોજવામાં આવી

gujaratjanekta

કોરોના મોકડ્રીલ : જુનાગઢ જીલ્લામાં કોરોનાને લઈ ને તંત્રની જાગૃતા

Admin

ઝાલોદ નગરમાં રામ જન્મોત્સવના ઉત્સવની ચાલતી તડામાર તૈયારીઓ : આખું નગર ભગવા ધ્વજ થી લહેરાયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial