Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં રામ જન્મોત્સવના ઉત્સવની ચાલતી તડામાર તૈયારીઓ : આખું નગર ભગવા ધ્વજ થી લહેરાયુ

પંકજ પંડિત

તારીખ 06-04-2025 રવિવારના રોજ રામ જન્મોત્સવ આવી રહેલ છે ત્યારે આ ઉત્સવ ઉજવવા સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે. રામ જન્મોત્સવ નિમિતે નગરમાં જે રૂટ પર થી રામયાત્રા પસાર થવાની છે તે તમામ માર્ગો ભગવા ધ્વજ થી લહેરાઈ ગયેલ છે. સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા આખા નગરને ભગવામય કરી દીધેલ છે. નગરપાલિકા અને પોલિસ તંત્ર પણ રામયાત્રા જે રસ્તે થી પસાર થનાર છે તે તમામ રસ્તાઓ બરાબર છે કે નહીં, રામયાત્રા રૂટ પર કોઈ દબાણ નથી તે તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખી કામગીરી કરી રહેલ છે.રામયાત્રા દિવસે સવારે 10 વાગે ગીતા મંદિરખાતે ભજન કીર્તન કરી 12 વાગે રામ જન્મોત્સવ પ્રસંગ ઉજવાશે અને ત્યારબાદ મહાઆરતી થશે. બપોરે ચાર વાગે ડીજે ના તાલે ભક્તિમય વાતાવરણની વચ્ચે ગીતામંદિર થી રામ રથ ની આરતી કરી રથ નગરના ખાંટવાડા , આંબેડકર ચોક ,સ્વર્ણિમ સર્કલ, કોળીવાડા,મીઠાચોક, શાહિદ રાજેશ ચોક , બસ સ્ટેશન મુવાડા રામજી મંદિર થઈ રાજા ઝાલા વસૈયા ચોક થઈ શબરી આશ્રમ ખાતે રામયાત્રા પૂરી થનાર છે. સાંજે 6 વાગ્યા થી રામ જન્મોત્સવ નિમિત્તે શબરી આશ્રમ ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે. આમ હાલ રામયાત્રાને લઈ આખું નગર ભગવામય થઈ ગયેલ છે.

Share

Related posts

મતદાસ્યાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ સંદર્ભે તા.૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ.

gujaratjanekta

ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે હાઇવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત

gujaratjanekta

SSG હોસ્પિટલમાં OPD – વિભાગ પાસેથી મૃત બાળક મળી આવતા તંત્ર દોડતુ થયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial