Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

સંતરામપુરની એસ.પી.હાઇસ્કુલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સંતરામપુર એસ.પી.હાઈસ્કૂલ ખાતે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા યોજાયેલ મફત મેડીકલ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ નું દીપ પ્રગટાવી શરૂઆત કરી હતી. રાજ્ય સરકાર ના શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી પ્રો.કુબેરભાઈ ડીડોરે જણાવેલ કે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ દ્વારા અગાઉ માલવણ મા આ રીતે કેમ્પ કરી ને માનવસેવાનુ કામ કરેલું અને આજે સંતરામપુર તાલુકાની પ્રજા માટે ઉમદા માનવસેવાનુ કામ કરી ને ખરેખર પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ મહામંડળ આવી પ્રજા ઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ હરહંમેશ કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમ શાળાના મંડળનાં સભ્યો, આચાર્ય, શિક્ષકોની ઉપસ્થિતિમાં થયો હતો. 


આ પ્રસંગે ઉપસ્થિત પુવૅ ધારાસભ્ય પરંજયાદિતયસિંહજી પરમારે મહામંડળ ની પ્રવૃત્તિ ને આવકારી ને માનવસેવાના યજ્ઞમાં પ્રવૃત્તિમય રહેવા જણાવ્યું હતું. આ પ્રસંગે ચારગામ દશાપોરવાડ મહામંડળ અમદાવાદ નાં પ્રમુખ ભરતભાઇ શેઠે સ્વાગત પ્રવચન આપી મહામંડળ ની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.

ઉપસ્થિત મુખ્ય મહેમાનો નું ફુલ ના બુકે તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું. મહામંડળને શાળા પરીવાર દ્વારા શાળા મંડળના પ્રમુખ, મંત્રી, કમિટીના સભ્યો દ્વારા મુખ્ય મહેમાનો, ડોકટરોનુ શાલ ઓઢાડીને સ્વાગત કરાયું હતું.

આ કેમ્પમાં ડો.કલપેશ નિનામા, ડો.ધીરજચૌધરી, ડો.એમ.એ.પટેલ.લુણાવાડા, ઙો.નિલમ.કે.શેલોત, લુણાવાડા.ડો.પાથૅ મહાજન , ડો.તરંગ મહાજન, ડો.પ્રદીપશાહ, ડો.હેમાગ મહેતા, ડો.દીપસિંહ ખરાડી એ તેમની સેવાનો લાભ આપેલ હતો.


આ યોજાયેલ કેમ્પમાં મહીસાગર જિલ્લા ની રેડક્રોસ સોસાયટી દ્વારા ૧૧ બોટલ રક્તદાન એકત્રિત કરાયેલ હતું આ કેમ્પમાં 270 જેટલા વિવિધ રોગોના દર્દીઓ એ લાભ લીધો હતો.


આ માનવસેવાના યજ્ઞમાં શાળાનાં આચાર્ય, શિક્ષકો, એન એસ એસ નાં વિધાર્થીઓ, સંચાલકમંડળના સૌ સભ્યો તેમજ નગરપાલિકા સંતરામપુર દ્વારા સુંદર સહયોગ આપ્યો હતો.

Share

Related posts

ઝાલોદ પોલીસે ઘાવડીયા ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફ થી આવતી ટ્રક માંથી 29,97,3 84નો વિદેશી દારૂ ઝડપી પાડયો એક વ્યક્તિ ઝડપાયો, એક ફરારકોલસાની આડમાં વિદેશી દારૂ લઈ જતા ટ્રકને ઝડપી પાડયો

gujaratjanekta

ગુજરાતમાં નવી સરકારે 4 IASને અગ્ર સિચવ તરીકે, 9ને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવાનો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ નિર્ણય લીધો

Admin

ઝાલોદ નગરમાં અનોખો ચોરીનો કિસ્સો નોંધાયો અંદાજીત 11 થી 12 લાખના મુદ્દામાલની ચોરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial