Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કોઠંબા ખાતે ૨૦ માં પાટીદાર સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓના ભીષ્મ પિતામહ મહેશભાઈ સવાણીની ઉપસ્થિતિમાં યોજાયો

 

નિલેશ પટેલ – પત્રકાર 

લુણાવાડાના કોઠંબા ૨૪ ગામ યુવા અને મહિલા સમિતિ દ્વારા આયોજિત વિસમો સમૂહ લગ્ન ઉત્સવ કોઠંબા કુમાર પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે દીકરીઓના ભીષ્મપિતામહ કહેવાતા પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી ઉપસ્થિત રહી સમાજ વિશેની ઉપસ્થિત તમામ પાટીદાર સમાજના ભાઈ બહેનોને યોગ્ય ટકોર કરી અપડેટ થવાની વાત કરી હતી.વડીલોને પણ સમજવાની જરૂર છે

સમય સાથે ચાલો નહીં તો સમય તમારી સાથે નહીં ચાલે એવું જણાવતા મહેશભાઈ સવાણીએ પટેલ સમાજના આગેવાનો અને નવ યુવાનોને હાકલ કરી હતી.કોઠંબાના જ રીટાયર્ડ આઇએએસ અધિકારી એચ એસ પટેલ દ્વારા સમાજના નવયુવાન અને મહિલાઓને આગળ આવવા અપીલ કરી હતી અને જુના રીત રિવાજોને ત્યાગ કરી ભવિષ્યમાં સમાજને આગળ લાવવાની હાકલ કરી હતી.

સમૂહ લગ્નમાં આરબી કારના સીઈઓ આર.બી. પટેલ,મહીસાગર નવગોળના પ્રમુખ મહેશભાઈ પટેલ, કોઠંબા સરપંચ ગોવિંદભાઈ પટેલ, મફતભાઈ પટેલ અને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હંમેશા પટેલ સમાજ બીજા સમાજને ન્યાય આપી રહ્યો છે અને મદદ કરે છે ત્યારે તમામ પાટીદારોને મતભેદ ભૂલી વાડાઓ ભૂલી એકત્રિત થવાની હાકલ કરી હતી. સમુહ લગ્નમાં દાતાશ્રીઓ દ્વારા વસ્તુ સ્વરૂપે તેમજ રોકડ સ્વરૂપે દાન આપી ધન્યતા અનુભવી હતી.

Share

Related posts

ઝાલોદ દશામ નર્સિંગ કોલેજ ખાતે નવા વિધાર્થીઓને આવકાર સાથે સપથ વિધિ યોજાઈસંસ્થાના સંચાલક મૂકેશ ડામોરે નિષ્ઠા પૂર્વક પોતાની કામગીરી કરવા સૂચન કર્યું

gujaratjanekta

બાલ કલ્યાણ સમિતિ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓને એક્ઝામ કીટનું સાંસદ ડોક્ટર હેમાંગ જોષીના હસ્તે વિતરણ

gujaratjanekta

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે વેબિનારનું આયોજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial